Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વ્યારામાં UNM હોસ્પિટલ ખુલ્લી મૂકાઈ:₹910 કરોડના ખર્ચે આરોગ્ય ક્ષેત્રે નવી ક્રાંતિ; તાપીમાં 800 બેડની મલ્ટી-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન

    1 day ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના વ્યારા ખાતે ₹910 કરોડના સંયુક્ત પ્રોજેક્ટ અંતર્ગત 317 બેડની અદ્યતન યુ.એન.એમ. (UNM) જનરલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. આ સાથે જ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને 800 બેડની નવી મલ્ટી-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું વિધિવત ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ અને UNM ફાઉન્ડેશનના સહયોગથી આકાર પામેલા આ આધુનિક આરોગ્ય સંકુલથી આદિવાસી બહુલ તાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જનતાને ઘરઆંગણે જ વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ બનશે. આરોગ્ય ક્ષેત્રે નવી ક્રાંતિનો પ્રારંભ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને UNM ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ મહાકાય પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. આ આધુનિક હોસ્પિટલ કાર્યરત થવાથી દક્ષિણ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે એક મોટું પરિવર્તન આવનાર છે ગ્રામીણ વિસ્તારના દર્દીઓને મળશે રાહત આ અદ્યતન આરોગ્ય સંકુલ શરૂ થવાથી તાપી, નર્મદા, ડાંગ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને ઘરઆંગણે જ ઉચ્ચ સ્તરીય સારવાર મળશે. હવે ગંભીર બીમારીઓની સારવાર માટે સ્થાનિકોએ સુરત કે વડોદરા જેવા મોટા શહેરોમાં ધક્કા નહીં ખાવા પડે. તબીબી શિક્ષણને મળશે નવું બળ આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે મેડિકલ એજ્યુકેશન અને ટ્રેનિંગને પણ મોટો વેગ મળશે. જેના કારણે ભવિષ્યમાં તાપી અને આસપાસના વિસ્તારોમાં નિષ્ણાત ડોક્ટરોની સેવાઓ સરળતાથી મળી રહેશે. કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્ય મંત્રી જયરામ ગામીત સહિત સ્થાનિક ધારાસભ્યો અને સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને UNM ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોંઘવારી સામે મહિલા કોંગ્રેસનો અનોખો વિરોધ, ડુંગળી વિતરણ:જૂનાગઢમાં કુદકે ને ભૂસકે વધતી મોંઘવારી સામે મહિલા કોંગ્રેસ પ્રમુખનો હલ્લાબોલ: ગરીબોને ડુંગળી વહેંચી સરકાર પાસે તાત્કાલિક રાજીનામાની માંગ કરી
    Next Article
    Dhurandhar Star Gaurav Gera Meets Ravi Kishan, Mirzapur Actor Replies "Love Always My Friend"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment