Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભિનેત્રી ગોપી દેસાઈ વડોદરામાં પહોંચ્યા:કહ્યું-અલગ અલગ રાજ્યોને લાભ મળવો જોઈએ, સ્ટેચ્યુ પર ફિલ્મ બનવી જોઈએ:પ્રોડ્યુસર કેપ્ટન રાહુલ બાલી

    11 hours ago

    એકતા નગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની પવિત્ર ધરતી પર પ્રથમ વખત આયોજિત થઈ રહેલા આ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક સમારોહને લઈને સમગ્ર રાજ્ય સહિત દેશભરના સિનેમા જગતમાં એક અનોખો અને અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જાણીતા કલાકારો, દિગ્ગજ ફિલ્મ નિર્માતાઓ, નિર્દેશકો અને વિશિષ્ટ મહેમાનોનું વડોદરા એરપોર્ટ પર સતત આગમન થઈ રહ્યું છે, જેના કારણે વડોદરા એરપોર્ટ પરિસરમાં સિનેમા જગતની હસ્તીઓનો જમાવડો છે. કલાકારો અને સાંસદોની એરપોર્ટ પર આગમન આ સમારોહમાં હાજરી આપવા માટે મૂળ ગુજરાતના જાણીતા અભિનેત્રી ગોપી દેસાઈ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ રબીનારાયણ બેહરા તથા દેશના અગ્રણી અને જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર કેપ્ટન રાહુલ બાલી વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર આવી પહોંચેલા તમામ વિશિષ્ટ અતિથિઓનું ઉષ્માભર્યું અને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ મહેમાનો એરપોર્ટથી સીધા એકતાનગર જવા રવાના થયા હતા. જ્યાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહની તૈયારીઓ આખરી ઓપ પામી ચૂકી છે. તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચેલા વરિષ્ઠ અભિનેત્રી ગોપી દેસાઈએ પોતાના દિલના ભાવ વ્યક્ત કરતા ખુશીથી જણાવ્યું હતું કે, પોતાની માતૃભૂમિ ગુજરાતના આંગણે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા ભવ્ય સ્થાન પર આટલા મોટા સ્તરના રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર સમારોહનું આયોજન થવું એ તમામ ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. આ આયોજનથી માત્ર ગુજરાતના કલાકારોમાં જ નહીં પરંતુ સમગ્ર બોલિવૂડ અને તમામ પ્રાદેશિક સિનેમા ક્ષેત્રમાં એક અલગ જ અને નવીન ઊર્જાનો સંચાર થયો છે. ગોપી દેસાઈ જૂરી સાથે સંકળાયેલા છે અને તેઓ આ ફેસ્ટિવલમાં હાજરી આપવા આવ્યા હતા. બોલિવૂડે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફિલ્મ બનાવવી જોઈએ જાણીતા પ્રોડ્યુસર કેપ્ટન રાહુલ બાલીએ જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે ત્યારે હું બોલીવુડના દરેક પ્રોડ્યુસર ડિરેક્ટરને એ જ અપીલ કરીશ કે આટલી મોટી પ્રતિમા ઉપર પણ ફિલ્મ બનવી જોઈએ હું પણ આગામી સમયમાં આ વિષય ઉપર વિચાર કરી રહ્યો છું. બોલીવુડ એ વિશ્વની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બોલીવુડ થકી વિશ્વમાં જાણીતી થાય તે જરૂરી છે. પ્રવાસન ક્ષેત્રે નવી ઉર્જા સ્થાપિત થશે સમારોહ સ્થળ એકતા નગર ખાતે સુરક્ષા અને વ્યવસ્થાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. આગામી સમયમાં સિનેમા જગતની વધુ અનેક નામી હસ્તીઓ અને કલાકારોની હાજરીથી આ સમારોહનું વાતાવરણ વધુ દિવ્ય અને ઝળહળી ઉઠશે. આ કાર્યક્રમ ગુજરાતી સિનેમા અને પ્રવાસન ક્ષેત્ર માટે પણ એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નખત્રાણાના અંગિયા નાનામાં સેવા સેતુનો બીજો તબક્કો શરૂ:10 વિભાગોની 40થી વધુ સેવાઓનો 800થી વધુ લાભાર્થીઓએ સ્થળ પર લીધો લાભ
    Next Article
    ચરાડવા ગામમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો:ચાર આરોપી ઝડપાયા, 12.77 લાખનો મુદ્દામાલ કબજે; 3 ફરારની શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment