Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નખત્રાણાના અંગિયા નાનામાં સેવા સેતુનો બીજો તબક્કો શરૂ:10 વિભાગોની 40થી વધુ સેવાઓનો 800થી વધુ લાભાર્થીઓએ સ્થળ પર લીધો લાભ

    10 hours ago

    નખત્રાણા તાલુકાના અંગિયા નાના ગામમાં 'સરકાર તમારા દ્વારે' સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમનો હેતુ લોકોને સરકારી યોજનાઓનો લાભ તેમના ઘરઆંગણે જ મળી રહે તે છે. અહીં વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ માટે માર્ગદર્શન અપાયું હતું, તેમજ સ્થળ પર જ અરજીઓ અને ફોર્મ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી. 800થી વધુ લાભાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના, એનએસએસએ કાર્ડ, આઇસીડીએસ હેઠળ ટેક હોમ રાશન, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, આયુષ્માન કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, ઈ-કેવાયસી અને પીએમ કિસાન જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, આવક અને જાતિના દાખલા, વિધવા સહાય, સૂર્ય યોજના અને શ્રમ કાર્ડ સહિતની અન્ય સરકારી યોજનાઓના ફોર્મ ભરવામાં પણ લોકોને મદદ કરાઈ હતી. કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, સરકારી યોજનાઓનો લાભ લેવા માટે લોકોને તાલુકા કે જિલ્લા કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે આવા કાર્યક્રમો યોજાય છે. સ્થાનિક સ્તરે જ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપલબ્ધ હોવાથી લોકોનો સમય અને મહેનત બંને બચે છે. તેમણે છેવાડાના ગામોના નાગરિકોને આવા કાર્યક્રમોનો લાભ લેવા અને પોતાના કામો પૂરા કરવા વિનંતી કરી હતી. નખત્રાણાના મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્વલ કચ્છીએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સેવા સેતુના પ્રથમ તબક્કામાં 6 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી ગામોમાં સર્વે કરાયો હતો. આ સર્વેમાં લાભાર્થીઓની જરૂરિયાત અને વિવિધ સેવાઓ અંગેની માહિતી ભેગી કરવામાં આવી હતી. બીજા તબક્કાનું આયોજન 21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર દરમિયાન સાત ક્લસ્ટરમાં કરાયું છે. દરેક ક્લસ્ટરમાં આશરે 10થી 12 ગામોનો સમાવેશ થાય છે. અંગિયા નાના પછી, સેવા સેતુ કાર્યક્રમ 23 સપ્ટેમ્બરે સખપર-રોહા, 25 સપ્ટેમ્બરે આમારા, 27 સપ્ટેમ્બરે કાદીયામોટા, 30 સપ્ટેમ્બરે મૂરૂ, 6 ઓક્ટોબરે વંગ અને 8 ઓક્ટોબરે ભદલી સહિતના સ્થળોએ યોજાશે. આ કાર્યક્રમ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. તેમાં લગભગ 10 વિભાગોની 40થી વધુ સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવાશે. અંગિયા નાના ખાતે આવકના દાખલા, આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ, રેશનકાર્ડ, પીએમ કિસાન, જાતિના દાખલા, વિધવા સહાય અને સૂર્ય યોજના જેવી સેવાઓમાં મોટી સંખ્યામાં લોકોએ કામ કરાવ્યું હતું. મામલતદાર રાકેશ પટેલે જણાવ્યું કે, આખો દિવસ દરમિયાન આશરે 800 જેટલા લાભાર્થીઓએ સેવા સેતુનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    પરીક્ષા કેન્દ્રો પોતાના જિલ્લામાં જ ફાળવવા માંગ:બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી, પરીક્ષાર્થીઓના ખર્ચમાં રાહત આપવા કહ્યું
    Next Article
    અભિનેત્રી ગોપી દેસાઈ વડોદરામાં પહોંચ્યા:કહ્યું-અલગ અલગ રાજ્યોને લાભ મળવો જોઈએ, સ્ટેચ્યુ પર ફિલ્મ બનવી જોઈએ:પ્રોડ્યુસર કેપ્ટન રાહુલ બાલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment