Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરીક્ષા કેન્દ્રો પોતાના જિલ્લામાં જ ફાળવવા માંગ:બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી, પરીક્ષાર્થીઓના ખર્ચમાં રાહત આપવા કહ્યું

    10 hours ago

    બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે ગુજરાતના લાખો પરીક્ષાર્થીઓને સ્પર્ધાત્મક અને સરકારી ભરતીની પરીક્ષાઓ માટે પોતાના જિલ્લામાં જ કેન્દ્ર ફાળવવામાં આવે. આનાથી ઉમેદવારોને મુસાફરી, રહેવા અને જમવાના વધારાના ખર્ચમાંથી રાહત મળશે. ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું કે TET-TAT સહિતની પરીક્ષાઓમાં ઘણા ઉમેદવારોને પોતાના જિલ્લા બહાર પરીક્ષા કેન્દ્રો મળે છે. આ કારણે ઉમેદવારોને એક દિવસ પહેલા જવું પડે છે. તેમને બસની ટિકિટ, રિઝર્વેશન અને રહેવાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને મહિલા ઉમેદવારોને વાલીઓ સાથે જવું પડતું હોવાથી તેમને વધુ આર્થિક અને વ્યવહારુ બોજ પડે છે. ઉમેશ મકવાણાના કહેવા મુજબ, એક ઉમેદવારને પરીક્ષા આપવા માટે મુસાફરી, હોટલમાં રહેવા અને જમવાના ખર્ચ સહિત આશરે 3,000થી 4,000 રૂપિયાનો ખર્ચ થાય છે. મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે આ ખર્ચ મોટો બોજ બને છે. આ ખર્ચ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ કરોડો રૂપિયાનો વધારાનો બોજ છે. રજૂઆતમાં TATની મુખ્ય પરીક્ષાના 75,992 ઉમેદવારોનો ઉલ્લેખ કરાયો છે. જો એક ઉમેદવારનો સરેરાશ 3,000 રૂપિયા ખર્ચ ગણવામાં આવે, તો કુલ આશરે 22.79 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. LRDની પરીક્ષામાં 2.63 લાખથી વધુ અને PSIની પરીક્ષામાં 10 લાખથી વધુ ઉમેદવારો જોડાયા હતા. આ આંકડાઓ દ્વારા સરકારે ઉમેદવારો પર પડતા મુસાફરી અને રહેવા-જમવાના ખર્ચ પર ધ્યાન આપવા જણાવ્યું છે. ઉમેશ મકવાણાએ માંગ કરી છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક, સરકારી ભરતી અને TET-TAT જેવી પરીક્ષાઓ માટે શક્ય હોય ત્યાં સુધી પોતાના જ જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે. ઉમેદવારોને બીજા જિલ્લામાં જવાની ફરજ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. ખાસ કરીને મહિલા ઉમેદવારો અને આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરવામાં આવે. ધારાસભ્યએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે આ રજૂઆત પર યોગ્ય નિર્ણય લઈને ગુજરાતના લાખો પરીક્ષાર્થીઓને રાહત આપવામાં આવે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મીડિયાને આ માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં ડૉ. બ્રીજલ પટેલે ફિઝિયોથેરાપી મશાલ રેલી યોજી:World Physiotherapy Congress 2026 માટે જાગૃતિ ફેલાવી, એકતાનો સંદેશ આપ્યો
    Next Article
    નખત્રાણાના અંગિયા નાનામાં સેવા સેતુનો બીજો તબક્કો શરૂ:10 વિભાગોની 40થી વધુ સેવાઓનો 800થી વધુ લાભાર્થીઓએ સ્થળ પર લીધો લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment