Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચરાડવા ગામમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો:ચાર આરોપી ઝડપાયા, 12.77 લાખનો મુદ્દામાલ કબજે; 3 ફરારની શોધખોળ

    11 hours ago

    હળવદના ચરાડવા ગામની સીમમાં આવેલી ભવાની ઓઈલ મીલના ગોડાઉનમાંથી જીરૂની ચોરી થઈ હતી. મોરબી એલ.સી.બી.ની ટીમે ગણતરીના દિવસોમાં આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 12.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે. માહિતી મુજબ, 15 સપ્ટેમ્બર પહેલાં ભવાની ઓઈલ મીલના ગોડાઉનમાંથી જીરૂની ચોરી થઈ હતી. ચોરો 102 બાચકામાં ભરેલું આશરે 280 મણ જીરૂ લઈ ગયા હતા, જેની કિંમત 10.64 લાખ રૂપિયા હતી. આ અંગે 18 સપ્ટેમ્બરના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ચોરીનો ભેદ ઉકેલવા મોરબી જિલ્લા પોલીસે તપાસ શરૂ કરી હતી. મોરબી એલ.સી.બી. પીઆઈના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. એલ.સી.બી. ટીમને મળેલી બાતમીના આધારે મોરબી-હળવદ રોડ પર કાર્યવાહી કરવામાં આવી. આઈ.ટી.આઈ. સામે આવેલા જી.ઈ.બી. સબસ્ટેશન પાછળ દેવીપૂજકના ઝૂંપડા નજીકથી ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા. તેમની પાસેથી ચોરી થયેલું જીરૂ અને અન્ય મુદ્દામાલ મળ્યો. પોલીસે કુલ 12,77,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. પકડાયેલા આરોપીઓમાં સુરજ ઉર્ફે સુરો સુખાભાઈ સોલંકી, સુનિલ મુકેશભાઈ સોલંકી, ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઈ વિરમગામીયા અને રાહુલ વિજયભાઈ દસકીયાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી જીરૂના 92 બાચકા કબજે કર્યા છે. તેમાં આશરે 231 મણ જીરૂ ભરેલું હતું, જેની કિંમત 8,77,800 રૂપિયા છે. આ ઉપરાંત, 4 લાખ રૂપિયાની બોલેરો ગાડી (નંબર GJ 17 UU 5175) અને એક તાલપત્રી પણ જપ્ત કરવામાં આવી છે. આમ, કુલ 12.77 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અરવિંદ ઉર્ફે પતક મુકેશભાઈ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો દેવીપૂજક અને વાઘજી દેવીપૂજક હજુ ફરાર છે. તેમની શોધખોળ ચાલી રહી છે. પકડાયેલા ચારેય આરોપીઓને હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી એલસીબીના પીઆઈ એસ.પી. જાડેજાની સૂચના મુજબ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અભિનેત્રી ગોપી દેસાઈ વડોદરામાં પહોંચ્યા:કહ્યું-અલગ અલગ રાજ્યોને લાભ મળવો જોઈએ, સ્ટેચ્યુ પર ફિલ્મ બનવી જોઈએ:પ્રોડ્યુસર કેપ્ટન રાહુલ બાલી
    Next Article
    Sabarkantha Accident News | હિંમતનગરમાં કાર ચાલકે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત| Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment