Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઐતિહાસિક પળ:કેવડિયામાં આજે પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારંભ

    22 hours ago

    વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ધરાવતું કેવડિયા હવે સિનેમા જગતનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. 1954થી અત્યાર સુધી રાજધાની દિલ્હીમાં આયોજિત થતો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ પ્રથમ વખત કેવડિયા ખાતે આયોજિત કરાયો છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં કાલે એક સુવર્ણ પૃષ્ઠ લખાવા જઈ રહ્યો છે. વર્ષ 1954માં શરૂ થયેલા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનો કાફલો દાયકાઓ બાદ પહેલી વાર દેશની રાજધાની દિલ્હીથી બહાર નીકળીને ગુજરાતના એકતાનગર ખાતે આવી પહોંચ્યો છે. આ આયોજન માત્ર પુરસ્કાર સમારોહ નથી. ગુજરાત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ઘટના બની રહેશે. દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા સહિત કુલ 92 કલાકારો અને ફિલ્મી હસ્તીઓને પુરસ્કાર આપી નવાજવામાં આવશે. 75 મિનિટના સમારંભમાં ફિલ્મી કલાકારોનો જમાવડો જામશે. એવોર્ડ વિજેતા સહિતના કલાકારોનું કેવડિયામાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. 22 સપ્ટેમ્બરે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સિતારાઓનો મેળાવડો જામશે. કાર્યક્રમની પૂર્વતૈયારીઓનો ધમધમાટ આજે પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતની ધરતી પર પહેલી વાર આટલા મોટા પાયે નેશનલ ફિલ્મ એવોર્ડનું આયોજન થતું હોવાથી ગુજરાતના ફિલ્મ પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે 4થી 6 વાગ્યા સુધી મુખ્ય એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં આશરે 75 મિનિટના મુખ્ય પ્રોટોકોલ સેશન દરમિયાન વિવિધ કેટેગરીના વિજેતાઓને એવોર્ડ અને સન્માનપત્ર એનાયત કરાશે. સાંજે 4થી 5:15 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે મુખ્ય સમારોહની શરૂઆત થશે. લેઝર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સાંજે 5:15થી 6 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓને સંબોધન કરશે. ત્યારબાદ તમામ એવોર્ડ વિજેતાઓ સાથે સત્તાવાર ગ્રુપ ફોટોગ્રાફી કરવામાં આવશે. મુખ્ય સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે 6:30 વાગ્યા પછી મહેમાનો માટે નર્મદા નદીના કાંઠે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાસ થીમ આધારિત લેઝર, લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 75 હજાર કયુસેક પાણીની આવક‎:નર્મદા ડેમ 98 ટકા ભરાયો, સપાટી 138.68 મીટર પહોંચવાની શક્યતા
    Next Article
    વલસાડમાં 32મી રક્તદાન શિબિરમાં ચાર કલાકમાં 55 દાતાઓએ રક્તદાન કર્યું‎:વાવડી અને છીપવાડના યુવાનો છેલ્લા 16 વર્ષથી રક્તદાન કરી ગણેશોત્સવની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment