Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 75 હજાર કયુસેક પાણીની આવક‎:નર્મદા ડેમ 98 ટકા ભરાયો, સપાટી 138.68 મીટર પહોંચવાની શક્યતા

    22 hours ago

    નર્મદા ડેમની જળસપાટી વધીને 138.03 મીટર નોંધાઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ હવે મહત્તમ સપાટીથી માત્ર 65 સે.મી. દૂર છે. ડેમ 98% ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી હાલમાં 71,602 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સીએચપીએચના ટર્બાઇન ચાલુ હોવાથી મુખ્ય કેનાલમાં 9,106 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે, જ્યારે આરબીપીએચના ટર્બાઇન હાલ બંધ કરવામાં આવ્યા છે. વરસાદ ખેંચાયો હોવાથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. હાલ નર્મદા ડેમના દરવાજા ખોલવાની શક્યતાઓ ઓછી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સાવચેતીના ભાગરૂપે નદી કાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી આરબીપીએચના ટર્બાઇન ચાલુ હોવાના કારણે આવક સામે જાવક સરખી રહેતી હતી. તેથી ડેમની સપાટીમાં નજીવી વધઘટ જોવા મળતી હતી. હવે ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં આવી રહેલાં પાણીની માત્રામાં વધારો થયો છે. આજે મંગળવારના રોજ ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટી સુધી ભરાય તેવી સંભાવના છે. 2019ની સાલમાં 50 થી વધુ દિવસ સુધી દરવાજાઓ ખુલ્લા રાખવામાં આવ્યાં નર્મદા ડેમની 121.92 મીટરની સપાટી બાદ 32 દરવાજાઓ લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 2017માં દરવાજાઓ લાગી ગયા બાદ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી છે. દરવાજાઓ લાગી ગયા બાદ ડેમ 2019, 2020, 2022, 2023, 2024 અને 2025ની સાલમાં 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાયો હતો. 2019માં પ્રથમ વખત 9 ઓગસ્ટના રોજ તેના 26 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાં (મધ્યપ્રદેશમાં) થયેલા અતિભારે વરસાદને કારણે 2019ના ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાના અંત સુધી, એટલે કે લગભગ 50 થી વધુ દિવસો સુધી, ડેમના જુદા-જુદા દરવાજાઓ સતત કે તબક્કાવાર ખુલ્લા રાખીને લાખો ક્યુસેક પાણી નદીમાં છોડવું પડ્યું હતું. ત્યારબાદ વર્ષ 2022માં પણ ઓગસ્ટથી શરૂ કરીને ઓક્ટોબર મહિના સુધી, ચોમાસું લંબાવાને કારણે, સિઝનમાં રેકોર્ડબ્રેક ત્રણથી ચાર વાર દરવાજા ખોલવા અને બંધ કરવા પડ્યા હતાં.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:લીલીયામાં 9 કરોડના ખર્ચે ગટર બની, 12 કરોડના ખર્ચે રિપેરીંગ છતાં સ્થિતિ બદતર!
    Next Article
    ઐતિહાસિક પળ:કેવડિયામાં આજે પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment