Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 32મી રક્તદાન શિબિરમાં ચાર કલાકમાં 55 દાતાઓએ રક્તદાન કર્યું‎:વાવડી અને છીપવાડના યુવાનો છેલ્લા 16 વર્ષથી રક્તદાન કરી ગણેશોત્સવની ઉજવણી

    21 hours ago

    શ્રી વાવડી ગણેશ મહોત્સવ તથા શ્રી નાની છીપવાડ યુવક મંડળના યુવાનો છેલ્લા સોળ વર્ષથી ગણેશોત્સવ તથા ધુળેટી જેવા ધાર્મિક તહેવારોની ઉજવણીની સાથોસાથ રક્તદાન શિબિરનુ આયોજન કરી અજ્ઞાત માનવજીવન બચાવવાનુ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અતુલના સહયોગથી તેમજ શ્રી વાવડી ગણેશ મહોત્સવ તથા શ્રી નાની છીપવાડ યુવક મંડળ દ્વારા આયોજીત 32માં રક્તદાન શિબિર માં ફક્ત ચાર કલાકમાં 55 રકતદાતાઓએ રક્તદાન કરી અનોખી ઉજવણી કરી હતી. આ શિબિરમાં મિતેશ (મોન્ટુ) ભંડારીએ 131મી વાર, ઉર્વીશ પ્રજાપતિએ 51મી વાર જેમાં દિવ્યાબેન ભંડારી તથા હર્ષ ભંડારીએ પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિર માં વલસાડ સીટી પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ. વાળા સાહેબે ખાસ ઉપસ્થિત રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહીત કર્યા હતાં તેમજ મંડળની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી ભવિષ્યમાં પણ આવા કાર્યો કરતા રહેવા પ્રેર્યા હતાં. આ શિબિરમાં વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળના પ્રમુખ સમીરભાઇ મપારા, સ્નેહ સેવા સંસ્થા વલસાડના પિનાકીન કોઠી, વિકી કાનાબાર , પારડીના જાણીતા સામાજીક આગેવાન તથા શતક રક્તદાતા સંજય બારિયા, સુનિલ પટેલ તથા મુકેશ ઓઝાએ હાજર રહી રક્તદાતાઓને પ્રોત્સાહીત કર્યા હતા. રક્તદાન ક્ષેત્રે સતત કાર્યરત તથા આ વિસ્તારના યુવાનોમાં રક્તદાનનો ચેપ લગાડનાર શતકવીર રક્તદાતાઓ ભીખુ ભાવસાર તથા મીતેશ (મોન્ટુ) ભંડારી તેમજ અન્ય નિયમિત રક્તદાતાઓ કિરણ ભંડારી, પરેશ પ્રજાપતિ, તથા તમામ કાર્યકરોએ આ શિબિરને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઐતિહાસિક પળ:કેવડિયામાં આજે પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારંભ
    Next Article
    87 Years After Hitler-Mussolini Pact, A Germany-Italy Far-Right Reunion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment