Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:જંગલમાં પહાડો વચ્ચેના રસ્તે વાઘ-દીપડાનો ડર, ભીલ રક્ષકોનો સાથ અને અંબાજીમાં પૂનમના મેળાની ભીડ

    10 hours ago

    હાલમાં ભાદરવી પૂનમના પાવન અવસરે લાખો માઈભક્તો પગપાળા અંબાજી તરફ જઈ રહ્યા છે. આજે રસ્તાઓ પાકા છે, ઠેર-ઠેર સેવા કેમ્પો છે અને આધુનિક સુવિધાઓ છે. પરંતુ આજથી સવા સદી પહેલાં, એટલે કે વર્ષ 1901ની આસપાસ અંબાજીની યાત્રા કેવી હતી? ગુજરાતના પ્રખ્યાત ચિત્રકાર અને કલાગુરુ રવિશંકર રાવળે પોતાના આત્મકથનાત્મક પુસ્તક ‘ગુજરાતમાં કલાના પગરણ’માં તે સમયની અંબાજી યાત્રાનું માત્ર આબેહૂબ અને રોમાંચક વર્ણન જ નથી કર્યું, પરંતુ સાથે-સાથે પોતાના હાથે દોરાયેલું ‘અંબાજીને રસ્તે’ નામનું એક અદ્ભુત ઐતિહાસિક રેખાચિત્ર પણ રજૂ કર્યું છે. જ્યારે રસ્તામાં અચાનક દીપડો ત્રાટક્યો! | કલાગુરુએ પોતાના પુસ્તકમાં અંબાજી યાત્રાનો અન્ય એક રોમાંચક પ્રસંગ વર્ણવ્યો છે. તેમના માતાની અંબાજી દર્શનની તીવ્ર ઈચ્છા પૂરી કરવા આખો પરિવાર આબુથી ગાડામાં દાંતા ગયો અને ત્યાંથી અંબાજી જવા નીકળ્યો. દાંતા રાજ્ય તરફથી તેમને એક ગાડું અને રક્ષણ માટે એક ઘોડેસવાર આપવામાં આવ્યા હતા. સવારથી સાંજ સુધી ડુંગરાળ અને કાચા રસ્તાઓ પર ગાડું અખડાતું જતું હતું. આજુબાજુ કેસૂડાંનાં ફૂલોથી જંગલ સોળે કળાએ ખીલી ઊઠ્યું હતું. રસ્તામાં અચાનક જ ઘોડેસવારનો ઘોડો બે પગે ઊછળ્યો અને ગાડાના બળદો ડરીને આડા ફંટાવા લાગ્યા. હાંકનારે મહાપરાણે રાશ ખેંચીને તેમને થંભાવ્યા. હજુ તો કોઈ કંઈ સમજે કે “શું થયું?” ત્યાં જ એક કદાવર દીપડો ફલાંગ મારીને રસ્તાની એક બાજુથી નીકળીને બીજી બાજુની ઝાડીમાં જતો રહ્યો! ઘોડેસવારે બંદૂક તો સંભાળી લીધી, પણ સદનસીબે થોડીવારમાં બધું શાંત થઈ ગયું અને સૌએ રાહતનો શ્વાસ લીધો. આજની યાત્રા અને કાલની સ્મૃતિ | આજે ભાદરવી પૂનમે જ્યારે લાખો માઈભક્તો ડામરના રસ્તા પર ડીજેના તાલે અને જય અંબેના નાદ સાથે ચાલી રહ્યા છે. જંગલી જાનવરોનો ભય અને તીરકામઠાંવાળા ભીલ રક્ષકો રવિશંકર રાવળ જ્યારે નાના હતા, ત્યારે તેમના પિતા મહેસાણા પોસ્ટ વિભાગમાં પોસ્ટલ ઈન્સ્પેક્ટરના હોદ્દા પર નોકરી કરતા હતા. ત્યારે ભાવનગરથી આવેલા કાકા સાથે તેઓ અંબાજી ગયા હતા. પ્રસંગ હતો તેમના કાકાના ખોટના દીકરા ‘કીકા’ના વાળની બાધા ઉતારવાનો. તે સમયે મુસાફરો ખરેડી સ્ટેશને ટ્રેનમાંથી ઉતરીને ગાડાં મારફતે કે પગપાળા અંબાજી જતા. રસ્તો ગાઢ જંગલો અને પહાડીઓ વચ્ચેથી પસાર થતો. જંગલી જાનવરો, વાઘનો ભારે ડર રહેતો હોવાથી માણસો એકલા જવાને બદલે ટોળામાં જ ચાલતા. રક્ષણ માટે તેઓ તીરકામઠાંવાળા ‘ભવડાં’ અથવા ભીલ જાતિના રખોપિયાઓને સાથે રાખતા, જેઓ યાત્રાળુઓનો સામાન ઊંચકતા. લોકોમાં એવી માન્યતા હતી કે ભીલ લોકોની ગંધથી વાઘ નાસી જાય છે! રવિશંકર રાવળ અને કીકા માટે એક ટટ્ટુ ભાડે કરવામાં આવ્યું હતું, કાકા અને તેમના મિત્રોએ યાત્રાનું પુણ્ય મેળવવા ચાલીને જવાનું જ પસંદ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં રબર ઉદ્યોગના ઓર્ડરમાં કડાકો:માસિક બિઝનેસ રૂ. 50 કરોડથી ઘટીને 30 કરોડે પહોંચ્યો
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:અમદાવાદથી વિયેતનામના હનોઈ માટે 25 ઓક્ટોબરથી ફ્લાઈટ, ભાડું 12 હજાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment