Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:અમદાવાદથી વિયેતનામના હનોઈ માટે 25 ઓક્ટોબરથી ફ્લાઈટ, ભાડું 12 હજાર

    9 hours ago

    વિયેતનામ ફરવા જનાર ટૂરિસ્ટોનો ટ્રાફિક વધતા અમદાવાદથી બે નવી ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે. અમદાવાદથી વિયતનામના ફુકોક આઇલેન્ડની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે, સન ફુકોક એરલાઇન વિન્ટર શિડ્યૂલ 25 ઓક્ટોબર સુધી ડેઇલી ફ્લાઈટ શરૂ કરે તેવી શક્યતા છે. સરકારી વિયતનામ એરલાઇન અમદાવાદથી અઠવાડિયામાં 4 દિવસ હનોઈની ફ્લાઈટ શરૂ કરશે. આ માટે બુકિંગ પણ શરૂ થયું છે. વન-વે ભાડું રૂ.12 હજાર અને રિટર્ન ભાડું 25 હજાર રહેશે. બે એરલાઇન વચ્ચે હરીફાઈથી લો ફેરમાં ટિકિટ હાલમાં ખાનગી વિયતજેટ એરલાઇન અમદાવાદથી હોચી મી સીટી અને હનોઈની ડેઇલી ફ્લાઈટ ઓપરેટ કરે છે હવે વિયેતનામ એરલાઇન હનોઇ રૂટ પર ફ્લાઇટ શરૂ કરતાં પેસેન્જરોને બીજી ફ્લાઈટની સુવિધા મળશે. આ રૂટ પર ખાનગી / સરકારી એરલાઇન ફ્લાઈટ ઓપરેટ થવાથી હરીફાઈ વધશે , જેનો લાભ પેસેન્જરને લો ફેરમાં ટિકિટ મળશે. ઓસ્ટ્રેલિયા 24 કલાક, સિંગાપુર 11 કલાકમાં પહોંચાશે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા, સિંગાપોર જનાર પેસેન્જર માટે વિયેતનામ એરલાઇનનો હનોઇ રૂટ બીજો વિકલ્પ ખુલતા અમદાવાદથી ઓસ્ટ્રેલિયા 24 કલાકમાં સિંગાપોર 11 કલાકમાં પહોંચી જવાશે. ફુકોક માટે હવેથી કનેક્ટિંગ ફ્લાઈટ લેવી નહિ પડે અત્યાર સુધી અમદાવાદથી ફૂકોક ફરવા જનાર ટુરિસ્ટોને અમદાવાદથી હનોઇ કે હોચી-મી-સીટી થઈને કનેક્ટિંગ ફલાઇટ લેવી પડતી હતી જેનું ભાડું પણ વધુ ચૂકવવું પડતું હતું પરંતુ ટુરિસ્ટો ડાયરેક્ટ ફ્લાઈટ લઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:જંગલમાં પહાડો વચ્ચેના રસ્તે વાઘ-દીપડાનો ડર, ભીલ રક્ષકોનો સાથ અને અંબાજીમાં પૂનમના મેળાની ભીડ
    Next Article
    મહારાષ્ટ્રમાં મોડું વાવેતર અને જૂનો સ્ટોક બગડી જતાં ભાવમાં ભડકો:ડુંગળીની આવક 30% ઘટી, શહેરમાં છૂટક બજારમાં કિલોનો ભાવ રૂ.85એ પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment