Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાષ્ટ્રમાં મોડું વાવેતર અને જૂનો સ્ટોક બગડી જતાં ભાવમાં ભડકો:ડુંગળીની આવક 30% ઘટી, શહેરમાં છૂટક બજારમાં કિલોનો ભાવ રૂ.85એ પહોંચ્યો

    9 hours ago

    મહારાષ્ટ્રમાં મોડું વાવેતર, ગરમીના કારણે જૂનો સ્ટોક બગડવો અને દેશના અન્ય બજારોમાંથી ડુંગળીનો સપ્લાય ઘટતાં અમદાવાદ એપીએમસીમાં ડુંગળીનો ભાવ પ્રતિકિલો રૂ.52 સુધી પહોંચી ગયો છે. એપીએમસીમાં ડુંગળીની આવકમાં 25થી 30 ટકાનો ઘટાડો થયો છે. છૂટક બજારમાં પ્રતિ કિલો ભાવ રૂ.65થી 85એ પહોંચ્યો છે. અમદાવાદ એપીએમસીના સેક્રેટરી સંજય જોશીના જણાવ્યા મુજબ, અગાઉ એપીએમસીમાં રોજની સરેરાશ 7થી 8 હજાર ક્વિન્ટલ ડુંગળીની આવક થતી હતી, જે હાલ ઘટીને આશરે 5 હજાર ક્વિન્ટલ થાય છે. સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી અમદાવાદમાં મુખ્યત્વે ડુંગળી આવે છે પરંતુ આ વખતે સપ્લાયમાં ઘટાડો થયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, બેંગ્લુરુમાં આશરે 15 દિવસ પહેલાં રોજ 60થી 70 હજાર કટ્ટા ડુંગળીની આવક થવી જોઈએ તેની સામે માત્ર 6થી 7 હજાર કટ્ટા જ આવ્યાં હતાં. નાસિકમાં ગયા વર્ષે 20-25 ટકા સ્ટોક બગડ્યો હતો મહારાષ્ટ્રના નાસિકમાં ગત વર્ષે દિવાળી બાદ થયેલા વરસાદથી ખેડૂતો અને વેપારીઓ રાખેલો ડુંગળીનો 20થી 25 ટકા સ્ટોક બગડી ગયો હતો. ભાવ વધવાની આશાએ માલ પણ લાંબા સમય સુધી પડ્યો રહેતા ગરમી અને ભેજના કારણે નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. નવી આ‌વક મર્યાદિત રહેતા બજારમાં સપ્લાયનું દબાણ વધ્યું મહારાષ્ટ્રમાં વાતાવરણની સ્થિતિને કારણે ડુંગળીનું વાવેતર મોડું થયું છે.જૂના સ્ટોકમાં ઘટાડો અને નવી આવક મર્યાદિત રહેતા બજારમાં સપ્લાયનું દબાણ વધ્યું છે. તેની સીધી અસર ભાવ પર પડી રહી છે. > ધનજીભાઇ પટેલ, ડુંગળીના હોલસેલ વેપારી
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:અમદાવાદથી વિયેતનામના હનોઈ માટે 25 ઓક્ટોબરથી ફ્લાઈટ, ભાડું 12 હજાર
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસના 257 હેક્ટર વિસ્તારમાં નવું ‘સ્માર્ટ સિટી’ બનશે, રિડેવલપમેન્ટ પ્લાન તૈયાર, FSI વધી શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment