Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસના 257 હેક્ટર વિસ્તારમાં નવું ‘સ્માર્ટ સિટી’ બનશે, રિડેવલપમેન્ટ પ્લાન તૈયાર, FSI વધી શકે

    8 hours ago

    સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસના 257 હેક્ટર વિસ્તારના રિડેવલપમેન્ટનો પ્લાન ઔડા અને જાપાનની કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા તૈયાર કરાયો છે. ટૂંક સમયમાં રાજ્ય સરકારની મંજૂરી બાદ તેના પર અમલવારી કરાશે. ગાંધી આશ્રમ, સાયન્સ સિટી વિસ્તાર બાદ સાબરમતી વિસ્તાર ત્રીજો ખાસ ઝોન બનશે જ્યાં ઇન્ટરનેશનલ કક્ષાનું ડેવલપમેન્ટ થશે. ખાસ આ વિસ્તારની એફએસઆઈ પણ વધી શકે છે અને બાંધાકામના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. આ રીતે સમજો બુલેટ ટ્રેન સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારનું ઔડાનું આયોજન 1. સરકારી પડતર જમીનો આવરી લેવાશે સ્ટેશનની પશ્ચિમ તરફ 168.73 હેક્ટર, પૂર્વ તરફ 88.33 હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે. તેમાં મોટા ભાગની સરકારી પડતર તથા જેલ આસપાસની જમીન છે. 2. ત્રણ અલગ-અલગ પગપાળા પુલ: પહેલો પુલ જેલ રોડ અને સાબરમતી રેલવે સ્ટેશનને જોડશે, બીજો પુલ સીધો મેટ્રો સ્ટેશન તથા બીઆરટીએસ તરફ લઈ જશે અને ત્રીજા પુલથી મુખ્ય રેલવે જંક્શન તરફ જવાશે. 3. અમદાવાદ-ગાંધીનગરથી આવતા વાહનો માટે સ્વતંત્ર માર્ગ: સ્ટેશનની આસપાસ ટ્રાફિક ન થાય તે માટે ગાંધીનગર તરફથી આવતાં અને શહેર તરફથી આવતાં વાહનો માટે અલગ-અલગ માર્ગ તૈયાર કરાશે, જે સીધો 132 ફૂટ રિંગ રોડ સાથે જોડાશે. 4. 14 ટકા વિસ્તારમાં છાંયડાવાળો માર્ગ: પદયાત્રીઓ પગપાળા સરળતાથી અવરજવર કરી શકે તે માટે સમગ્ર વિસ્તારમાં 14 ટકા જગ્યા પર વૃક્ષના છાંયડાવાળા અને અવરોધ વિનાના પાથ-વે બનાવાશે. 5. રસ્તાની બંને બાજુ 12 ટકા હરિયાળી પર્યાવરણનું સંતુલન જાળવવા માટે મુખ્ય તથા આંતરિક રસ્તાની બંને તરફ 12 ટકા જગ્યા વૃક્ષારોપણ અને હરિયાળી પટ્ટી માટે અનામત રાખવામાં આવશે. 6. બગીચા-જાહેર ચોક માટે 4% જમીન: સ્થાનિક અને મુસાફરોના વિરામ માટે જાહેર બગીચા, વિશાળ ચોક માટે 4 ટકા જમીન રખાશે. 7. ચાલવામાં સરળતા માટે નાના પ્લોટ: ચાલવાની અનુકૂળતા વધારવા માટે મોટા પ્લોટના કદ ઘટાડી નાના બ્લોક બનાવાશે, જેથી લોકોને લાંબું ફરવું ન પડે. 8. વૈભવી બજાર અને ખરીદી કોરિડોર: સ્ટેશનના પશ્ચિમ ભાગમાં પહોળા પદયાત્રી પથ સાથે વૈભવી બ્રાન્ડ્સ, દુકાનો- ખાણીપીણીની વ્યવસ્થા ધરાવતો બજાર માર્ગ વિકસાવાશે. 9. ગગનચૂંબી ટાવરો: સ્ટેશન પરિસરની પાછળ ઊંચી રહેણાક ઇમારતો, વ્યાપારી કેન્દ્રો, હોટેલ, ઉદ્યોગ સાહસિકો માટે નવપ્રવર્તન કેન્દ્રો ઊભાં કરાશે. ભાસ્કર એક્સપર્ટ - એન.કે. પટેલ, ભૂતપૂર્વ પ્રેસિડન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ સુરત, મુંબઈમાં બિઝનેસ કરનારા આ વિસ્તારમાં રહેઠાણ બનાવશે અત્યાર સુધી આ વિસ્તારનો વિકાસ થયો નહોતો, પરંતુ હવે બુલેટ ટ્રેનને કારણે આ વિસ્તારને રિડેવલપ કરવાના પ્લાનને લીધે મિક્સ યુઝ એપાર્ટમેન્ટ બનશે. સાથે જ જમીનોના ભાવ વધશે. એફએસઆઈમાં ફેરફાર કરવાથી મિક્સ સ્ટુડિયો એપાર્ટમેન્ટની સંખ્યા વધશે, કારણ કે સુરત, મુંબઈ બિઝનેસ કરનારા આ વિસ્તારમાં જ પોતાનું રહેઠાણ બનાવશે. સાથે નાના નાના બિઝનેસની સંખ્યા પણ વધશે, કારણ કે 6 કલાકમાં આપેલા ઓર્ડર પરથી વસ્તુઓ તૈયાર કરીને સરળતાથી મોકલી શકાશે. સાથે જ આ વિસ્તારમાં કોચિંગ ક્લાસની સંખ્યા પણ વધશે.
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્રમાં મોડું વાવેતર અને જૂનો સ્ટોક બગડી જતાં ભાવમાં ભડકો:ડુંગળીની આવક 30% ઘટી, શહેરમાં છૂટક બજારમાં કિલોનો ભાવ રૂ.85એ પહોંચ્યો
    Next Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:ગુજરાત યુનિ.ના પૂર્વ વીસીએ જાતે 24 કરોડનો પ્રોજેક્ટ મુકી 24 લાખ પોતાના ખાતામાં મેળવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment