Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:ગુજરાત યુનિ.ના પૂર્વ વીસીએ જાતે 24 કરોડનો પ્રોજેક્ટ મુકી 24 લાખ પોતાના ખાતામાં મેળવ્યાં

    7 hours ago

    ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર નિરજા ગુપ્તા સામે વધુ એક કથિત કૌભાંડના આક્ષેપો થયા છે. વર્ષ 2024માં નિરજા ગુપ્તાએ પોતે ભાષાના પ્રોફેસર હોવા છતાં ~23.93 કરોડનો બ્રેઇન મેપિંગ પ્રોજેક્ટ મુક્યો હતો. આ પ્રોજેક્ટ ગુજરાત યુનિવર્સિટીની ડિફેન્સ સ્ટડી માટે નિર્મિત ખાનગી કંપની ઇન્સ્ટીટ્યુટ ઑફ ડિફેન્સ સ્ટડી એન્ડ રિસર્ચ (આઇજીએસઆર)માં મુકવામાં આવ્યો હતો. યુનિવર્સિટીમાં સર્વોચ્ચ એક્ઝિક્યુટિવ બોડી ‘એક્ઝિક્યુટિવ કાઉન્સિલ’ છે. તેના વડા તરીકે વાઇસ ચાન્સલર અને સચિવ તરીકે રજિસ્ટ્રાર હોય છે. એટલે તત્કાલિન વીસી નિરજા ગુપ્તાએ પોતે રજૂ કરેલા પ્રોજેક્ટને જાતે જ મંજૂરી આપી હતી. ત્યારબાદ આઇડીએસઆરની બેઠકોમાં પણ તેને મંજૂરી અપાઈ. એ સમયે આઇડીએસઆરના સીઇઓ તરીકે માનસિંગ રાજોરા (હાલ સસ્પેન્ડેડ) હતા. એટલે કે જે હોદ્દા પરથી તેમણે આ પ્રોજેક્ટની દરખાસ્ત મૂકી અને મંજૂર પણ કરી, તે જ પ્રોજેક્ટમાં પોતે સંશોધક/સલાહકાર બનીને પોતાના માટે લાખો રૂપિયાની કન્સલ્ટન્સી ફી પાસ કરી લીધી હતી. આઇડીએસઆરમાંથી અત્યાર સુધીમાં ડો. નિરજા ગુપ્તાને રૂ.24.98 લાખ અપાઇ ચૂક્યા છે અને વધુ 4.99 લાખ મંજૂર કરી દેવાયા છે. જો કે તે ટ્રાન્સફર કરાયા નથી. આ જ પ્રોજેક્ટમાં રજિસ્ટ્રાર પિયુષ પટેલને રૂ. 3.20 લાખ અપાઇ ચૂક્યા છે અને 64 હજારની ચૂકવણીને મંજૂરી મળેલી છે. સાઇનિંગ ઓથોરિટી હોવાથી પદ પર રહીને યુનિવર્સિટીના પગાર સિવાય કન્સલ્ટન્સી કે અન્ય પ્રોજેક્ટ માટેનો આર્થિક લાભ લઈ શકાતો નથી. છતાં તત્કાલિન વાઇસ ચાન્સલર અને રજિસ્ટ્રારે નિયમો નેવે મુકીને પોતે જ પોતાનો પ્રોજેક્ટ પાસ કરી દીધો અને પોતાની જ સહીથી પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી લીધા. આ જ પ્રોજેક્ટમાં સસ્પેન્ડ કરાયેલા શ્રીનિવાસ રાઓને 3.85 લાખ અને માનસિંગ રાજોરાના 3 લાખ મંજૂરી કરાયા હતા પરંતુ તેમની ચૂકવણી થઇ નથી. પોતાની સહીથી પોતાના જ ખાતામાં નાણા ટ્રાન્સફર કરાવ્યા તત્કાલિન સીઇઓ માનસિંગ રજોરા, શ્રીનિવાસ રાઓને હજુ રકમ ચુકવાઇ નથી. પરંતુ બોર્ડમાંથી રકમ મંજૂર થઇ ગઇ છે. ડો. અનિર્બન એ જાપાનના વિજ્ઞાની છે, જેઓ આ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યાં છે. ડિફેન્સ સ્ટડી સેન્ટરમાં ઈક્શા સંગમ-2024 કાર્યક્રમમાં 2.50 કરોડનો ખર્ચ કરી દીધો ડિફેન્સ સ્ટડી સેન્ટરમાં ડિફેન્સ સંબંધિત સંશોધન થાય છે. 2024માં ગુજરાત યુનિ.માં યોજાયેલા ઇક્શા સંગમ કાર્યક્રમમાં 2.50 કરોડનો ખર્ચ કરાયો હતો. આ ખર્ચ ડિફેન્સ સ્ટડી કંપનીમાં પાસ થયો હતો. આ કાર્યક્રમ અને ડિફેન્સને કોઈ સંબંધ ન હોવા છતાં ખર્ચ ખાનગી કંપનીમાંથી ઉઘારી લેવાયો હતો. બ્રેઇન મેપિંગ લેબ પ્રોજેક્ટ શું છે આ પ્રોજેક્ટ અત્યાધુનિક ન્યુરોસાયન્સ રિસર્ચ ફેસિલિટી માટે તૈયાર કરાયો હતો. જેના મુખ્ય સંશોધન ક્ષેત્રો મગજનાં કાર્યો, યાદશક્તિ અને સમજણશક્તિનું વિશ્લેષણ, ચેતાતંત્રની ગતિવિધિઓ અને મગજના ઇમેજિંગ સ્કેનિંગ ટેકનોલોજી પર રિસર્ચ છે. સાથે માનવ વર્તણૂકનું સંશોધન, હેલ્થકેર ઇનોવેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ સમાવેશ થાય છે. હાલમાં આ બિલ્ડીંગ તૈયાર કરવાનું કામ ચાલુ છે. પરંતુ પ્રોજેક્ટ ક્યારે પુરો થશે તેની નિર્ધારીત મુદ્દત નથી. પ્રોજેક્ટ અમે જ મુક્યો હતો, ઘણા ફેકલ્ટીના પ્રોજેક્ટ હોય જ છે બ્રેઇન મેપિંગ લેબ પ્રોજેક્ટ ફાર્મસી ફેકલ્ટીનો હતો. મારા ખાતામાં પણ રકમ આવી છે, પરંતુ તે પ્રોજેક્ટના રેમ્યુનરેશન (મહેનતાણા) તરીકે મળી છે. ભાષાનું બેકગ્રાઉન્ડ હોવા છતા આ પ્રોજેક્ટમાં મેડમ કઇ રીતે જોડાયા તે તેઓને જ પુછવું પડે. હાલમાં યુનિવર્સિટીમાં મોટાભાગની ફેકલ્ટીના પ્રોજેક્ટ હોય જ છે અને તેઓને પણ આ જ રીતે મહેનતાણુ અલગથી ચુકવાય જ છે. ​-ડો. પિયુષ પટેલ, રજિસ્ટ્રાર - ગુજરાત યુનિવર્સિટી
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસના 257 હેક્ટર વિસ્તારમાં નવું ‘સ્માર્ટ સિટી’ બનશે, રિડેવલપમેન્ટ પ્લાન તૈયાર, FSI વધી શકે
    Next Article
    जो जीता, वही सिकंदर; और यह चुनाव भजनलाल शर्मा ने जीता है, 199 नगर निकायों में बीजेपी ने दिखाया दम

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment