Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો:ઉત્કૃષ્ટ દેખાવ કરનાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

    7 hours ago

    શ્રી ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન, અમદાવાદ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારંભ 2026 ગતરોજ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. મહાજનના પ્રમુખ વિનોદભાઈ એસ. ઠક્કર અને ઉપપ્રમુખ કિશોરભાઈ એચ. ઠક્કરના અધ્યક્ષ સ્થાને અને વિશેષ સંયોજક ગણપતભાઈ જી. ઠક્કર બાવળાવાળાના સફળ સંકલન હેઠળ આ કાર્યક્રમ 20 સપ્ટેમ્બર, રવિવારના રોજ બપોરે 3 કલાકે પાટીદાર હોલ, ભાડજ ખાતે યોજાયો હતો. આ સમારંભમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ 1 થી 12, કોલેજની ડિગ્રી મેળવનાર અને હાયર એજ્યુકેશનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ લાખાણી, પ્રખ્યાત લાઈફ કોચ ડો. જીતેન્દ્રભાઈ અઢિયા અને ગાંધીનગર RDC વિપુલભાઈ ઠક્કર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ વર્ષનો મુખ્ય આકર્ષણ NEET માં 572/720 ગુણ સાથે B.J. Medical College માં MBBS માં પ્રવેશ મેળવનાર ક્રિશ આશિષભાઈ ઠક્કરને રૂ. 25,000 નો MBBS પુરસ્કાર હતો. સાથે રમતગમત ક્ષેત્રે બેડમિન્ટન વિજેતા અનેરી મયુરભાઈ કોટક, જીમ્નાસ્ટિક અને યોગામાં સમયરા ગુંજન કક્કડ અને કરાટેમાં મિદ્રા જીગ્રેશ ઠક્કરનું વિશેષ સન્માન કરાયું હતું. અંતે સ્વરુચિ ભોજન પ્રસાદ યોજાયો હતો.
    Click here to Read More
    Previous Article
    LD એન્જિનિયરિંગ કોલેજની મેસમાં ABVPનું સરપ્રાઈઝ ચેકીંગ:સડેલા બટાકા-ડુંગળી અને એક્સપાયર ખાદ્યસામગ્રી મળી, ભોજનની ગુણવત્તા સુધારવા માગ
    Next Article
    અંબાજીના ચાચર ચોકમાં 62 વર્ષથી નિઃશુલ્ક લીંબુ શરબત સેવા:ચાર કાઉન્ટર અને 50થી વધુ સેવકો, આણંદના પટેલ પરિવારની ત્રણ પેઢીથી શ્રદ્ધા અને માનવસેવાની અનોખી ગાથા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment