Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LD એન્જિનિયરિંગ કોલેજની મેસમાં ABVPનું સરપ્રાઈઝ ચેકીંગ:સડેલા બટાકા-ડુંગળી અને એક્સપાયર ખાદ્યસામગ્રી મળી, ભોજનની ગુણવત્તા સુધારવા માગ

    6 hours ago

    આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીને આપવામાં આવેલા નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કેટલી શાળાઓ અને કોલેજમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ મોટી મોટી સંસ્થાઓમાં ચાલતી મેસમાં ચેકીંગ કરવામાં આવ્યું નહતું. જ્યારે હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) દ્વારા સ્ટુડન્ટ્સ રેડ અભિયાન હેઠળ એલ.ડી. એન્જિનિયરિંગની મેસમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતા અનેક લાલિયાવાડી સામે આવી છે. સડેલા બટાકા, ડુંગળી તેમજ કેટલીક ખાદ્ય સામગ્રીઓ એક્સપાયર થયેલી પણ મળી આવતા વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને સવાલ ઊભા થયા છે. ત્રણ મેસમાં ABVPના કાર્યકર્તાઓએ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અલગ અલગ કોલેજો અને યુનિવર્સિટીમાં જઈને વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી રહ્યા છે. ફૂડ વિભાગે જે કાર્યવાહી કરવી જોઈએ તે અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. એલ.ડી. એન્જિનિયરિંગમાં આવેલી ત્રણ મેસમાં ABVPના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને સાથે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે જગ્યાએ ભોજન બને છે તે અને જે જગ્યાએ વિદ્યાર્થીઓનું ભોજન રાખવામાં આવ્યું છે ત્યાં ચેકીંગ હાથ ધર્યું હતું. તેમજ સ્ટોર રૂમમાં રાખવામાં આવેલ ખાદ્ય સામગ્રીઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. બટાકા અને ડુંગળી સડેલા મળી આવ્યા જેમાં એક મેસમાં જે જગ્યાએથી વિદ્યાર્થીઓનું ભોજન રાખવામાં આવ્યું હતું તે જગ્યાએ દીવાલ પર ગંદકી જોવા મળી હતી. તેમજ જે જગ્યાએ વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવે છે અને બનાવ્યા પછી રાખવામાં આવે છે તે જગ્યાએ છત પરથી પાણી પડતું હોવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ શાકભાજીમાં બટાકા અને ડુંગળી સડેલા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ કેટલીક ખાદ્ય સામગ્રી એક્સપાયર થઈ ગઈ હોવા છતાં પડેલી જોવા મળી હતી. જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત ભોજન આપવામાં આવે. જો તે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 'વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાનું સામે આવ્યું' ABVPના મહાનગર સહમંત્રી મેહુલ ગેહલોતે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્ટુડન્ટ્સ રેડ કરવામાં આવી રહી છે. જેને લઈને એલ.ડી. એન્જિનિયરિંગની ત્રણ મેસમાં રેડ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાનું સામે આવ્યું છે. કેટલીક જગ્યાએ ખોરકામાં જીવાત તો કેટલીક ખાદ્ય વસ્તુઓ એક્સપાયર મળી રહી છે. તેમજ ડુંગળી અને બટાકા પણ સડેલા મળી રહ્યા છે. જેથી તેને જોતા એવું લાગે છે કે પૈસા આપીને ખાતા હોવા છતાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે તે યોગ્ય નથી. વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત ભોજન આપવા માગ માંગણીઓને લઈને મહાનગર સહમંત્રીએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માગ કરે છે કે જે પણ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં મેસ ચાલે છે તે તમામ જગ્યાએ વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત ભોજન આપવામાં આવે. જો હજુ પણ સાફ સફાઈ કે પછી વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાનું જમવાનું આપવામાં નહી આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે, તેની જવાબદારી કોલેજની રહેશે. વિદ્યાર્થીઓનું જમવાનું જ્યાં બને છે અને જ્યાં આપવામાં આવે ત્યાં ઉપરથી પાણી પડે છે. તેમજ શાકભાજીમાં ડુંગળી અને બટાકા પણ સડેલા હોય તેવું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    होने लगी तीसरे विश्व युद्ध की तैयारी? कभी रूस, कभी सऊदी, कभी अमेरिका की धमकी
    Next Article
    ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો:ઉત્કૃષ્ટ દેખાવ કરનાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment