Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજીના ચાચર ચોકમાં 62 વર્ષથી નિઃશુલ્ક લીંબુ શરબત સેવા:ચાર કાઉન્ટર અને 50થી વધુ સેવકો, આણંદના પટેલ પરિવારની ત્રણ પેઢીથી શ્રદ્ધા અને માનવસેવાની અનોખી ગાથા

    7 hours ago

    અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈભક્તો મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે. આસ્થા અને ભક્તિ સાથે માનવસેવાનો ભાવ પણ મેળામાં જોવા મળી રહ્યો છે. ચાચર ચોક ખાતે વાસદ, તા. આણંદના પટેલ નગીનભાઈ હાથીભાઈ દ્વારા છેલ્લા 62 વર્ષથી માઈભક્તો માટે નિઃશુલ્ક લીંબુ શરબતની સેવા કરવામાં આવી રહી છે. દાદાના સમયથી શરૂ થયેલી આ સેવાપરંપરા આજે ત્રણ પેઢી બાદ પણ અવિરતપણે આગળ વધી રહી છે. 50થી વધુ સેવકો ચાર કાઉન્ટર પરથી શરબત પીરસે છે નગીનભાઈ દર વર્ષે મેળાના આઠમના દિવસે પોતાના સેવાકીય સામાન સાથે અંબાજી પહોંચે છે અને નોમથી પૂનમના બપોર સુધી માઈભક્તોની સેવા કરે છે. આ સેવાકાર્યમાં 50થી વધુ સેવકો જોડાય છે. ચાચર ચોક વિસ્તારમાં ચાર કાઉન્ટર પરથી માઈભક્તોને નિઃશુલ્ક ઠંડું લીંબુ શરબત પીરસવામાં આવે છે. લાંબી પદયાત્રા બાદ ભક્તોને મળે છે તાજગી અંબાજી સુધી લાંબી પદયાત્રા કરીને પહોંચતા માઈભક્તો માટે ગરમી અને થાક વચ્ચે ઠંડું લીંબુ શરબત રાહતરૂપ બની રહે છે. ‘જય અંબે’ના નાદ સાથે દર્શન તરફ આગળ વધતા ભક્તોને આ સેવા નવી સ્ફૂર્તિ આપે છે. શ્રદ્ધાની યાત્રા દરમિયાન મળતી આ નિઃશુલ્ક સેવા ભક્તો માટે પ્રેમ અને માનવતાની અનુભૂતિ કરાવે છે. કલેક્ટર મિહિર પટેલે સેવાકેમ્પની મુલાકાત લીધી જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પણ આ સેવાકેમ્પની મુલાકાત લઈને નગીનભાઈ પટેલની 62 વર્ષની અવિરત સેવાભાવનાને બિરદાવી હતી. કલેક્ટરે સ્વયં માઈભક્તોને લીંબુ શરબતનું વિતરણ કરીને સેવાકાર્યમાં સહભાગી થયા હતા. તેમણે નગીનભાઈ સહિત સમગ્ર સેવક ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ‘જીવતો રહીશ ત્યાં સુધી મા અંબાના ભક્તોની સેવા કરીશ : નગીનભાઈ પટેલ કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈભક્તો આસ્થાથી અંબાજી આવે છે. આવા સમયે વર્ષોથી સતત ચાલતી નગીનભાઈની સેવા શ્રદ્ધા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે. 62 વર્ષથી અવિરત ચાલતી આ સેવાપરંપરા પ્રેરણારૂપ છે અને માઈભક્તોની સેવા કરવાનો ભાવ અંબાજીના મેળાની આગવી વિશેષતા છે. નગીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, “દાદાના સમયથી શરૂ થયેલી આ સેવા આજે પણ ચાલી રહી છે. જીવતો રહીશ ત્યાં સુધી મા અંબાના ભક્તોની સેવા કરતો રહીશ અને આ સેવાપરંપરા જાળવી રાખવાનો મારો સંકલ્પ છે.” ત્રણ પેઢીથી શ્રદ્ધા અને માનવસેવાની અનોખી ગાથા વર્ષો વીતી ગયા અને પેઢીઓ બદલાઈ, પરંતુ નગીનભાઈ પટેલનો સેવાભાવ આજે પણ અડગ છે. અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં તેમની 62 વર્ષની લીંબુ શરબત સેવા માત્ર તરસ છીપાવવાનું કાર્ય નથી, પરંતુ પેઢી દર પેઢી સંસ્કારરૂપે વહેતી શ્રદ્ધા, સમર્પણ અને માનવસેવાની અનોખી ગાથા બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો:ઉત્કૃષ્ટ દેખાવ કરનાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું
    Next Article
    ખાડીપૂરના કાયમી ઉકેલ માટે CM સમક્ષ મેગા પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન થશે:દિવાળી બાદ ડ્રેજિંગ અને ખાડી પહોળી કરવાનું યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment