Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડા-બાલાસિનોરમાં ડાંગરના પાકમાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ:ખેડૂતો ચિંતિત, ખેતીવાડી વિભાગ અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન આપ્યું

    1 day ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડા અને બાલાસિનોર પંથકમાં ડાંગરના પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો છે. આ કારણે ખેતીવાડી વિભાગ સક્રિય બન્યું છે. લુણાવાડા તાલુકાના ચપટીયા, વક્તાપુર અને વરધરી વિભાગના કેટલાક ગામોમાં ખેડૂતોએ ડાંગરના પાકમાં ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ થતા પાક સુકાઈ રહ્યો હોવાની રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત બાદ જિલ્લા ખેતીવાડી અધિકારી અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ ખેડૂતોના ખેતરોમાં જઈ ડાંગરના પાકની સ્થિતિ તપાસી હતી. મુલાકાત દરમિયાન, તેમણે ખેડૂતો પાસેથી પાકમાં જીવાતના ઉપદ્રવ વિશે માહિતી મેળવી. આ ઉપરાંત, પાકમાં આ સમસ્યા વધુ ન ફેલાય તે માટે કઈ સાવચેતી રાખવી, પાકનું નિયમિત નિરીક્ષણ કેવી રીતે કરવું અને જરૂરી ખેતી પદ્ધતિઓ વિશે ખેડૂતોને માર્ગદર્શન પણ આપ્યું હતું. ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોની આ મુલાકાતથી અસરગ્રસ્ત ખેડૂતોને પાકની સમસ્યા અંગે યોગ્ય માર્ગદર્શન મળ્યું છે. વિભાગે ખેડૂતોને અપીલ કરી છે કે, જો પાકમાં કોઈ અસામાન્ય સ્થિતિ જોવા મળે તો તાત્કાલિક ખેતીવાડી વિભાગનો સંપર્ક કરે.
    Click here to Read More
    Previous Article
    2800ની ક્ષમતા સામે 3200 કેદીઓ:સતીશ મરાઠા મર્ડર કેસમાં રાહુલ મંડલનું તાત્કાલિક જેલ ટ્રાન્સફર, જેલમાંથી જ ચલાવતો હતો ગુનાહિત નેટવર્ક
    Next Article
    નુકશાન કરતી કંપનીમાં 30 લાખનું રોકાણ કરાવી ડિરેકટરોએ ચુનો લગાવ્યો:10 કરોડની વેલ્યુ બતાવી 30 લાખનું રોકાણ કરાવ્યું બીજા જ મહિને મોટુ નુકશાન બતાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment