Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2800ની ક્ષમતા સામે 3200 કેદીઓ:સતીશ મરાઠા મર્ડર કેસમાં રાહુલ મંડલનું તાત્કાલિક જેલ ટ્રાન્સફર, જેલમાંથી જ ચલાવતો હતો ગુનાહિત નેટવર્ક

    1 day ago

    સુરતની લાજપોર જેલમાં બંધ અને ગુજસીટોકના ગંભીર ગુનામાં સંડોવાયેલા ખતરનાક આરોપી રાહુલ સોમન મંડલને રાજ્યની અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાનો કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. રાહુલ મંડલ જેલમાં રહીને પણ પોતાનું ગુનાહિત નેટવર્ક ચલાવતો હોવાનું અને તાજેતરમાં બનેલા સતીશ મરાઠા હત્યા કેસમાં તેની સીધી સંડોવણી હોવાના પુરાવા મળ્યા હતા. કસ્ટડીમાંથી બહારના સાગરીતો સાથે સંપર્કમાં રહીને જેલની સુરક્ષા માટે મોટો ખતરો ઉભો કરનાર આ આરોપીને તાત્કાલિક અસરથી નજીકના જિલ્લાની અન્ય જેલમાં ખસેડવા માટે સુરત કોર્ટે નિર્દેશ આપ્યો છે. સતીશ મરાઠા હત્યા કેસમાં સંડોવણી અને જેલમાંથી ચાલતું નેટવર્ક લાજપોર જેલના સિનિયર જેલર પી.ડી. હિહોરિયા દ્વારા જેલની સુરક્ષા અને શાંતિ-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. કોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ, આરોપી રાહુલ મંડલ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલ છે અને તે જેલના સળિયા પાછળ હોવા છતાં કોર્ટ કાર્યવાહી કે અન્ય માધ્યમોથી બહારના સભ્યો સાથે સતત સંપર્કમાં હતો. સતીશ મરાઠા હત્યાકેસમાં તેનું નામ ખૂલતાં, તે જેલ પ્રશાસન અને શાંતિ વ્યવસ્થા માટે જોખમી બની ગયો હતો, જેથી તેનું ટ્રાન્સફર અનિવાર્ય બન્યું હતું. 2800ની ક્ષમતા સામે 3200થી વધુ કેદીઓ, 70 ગુજસીટોકના આરોપી આ કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી કે લાજપોર જેલ હાલ ભારે ઓવરક્રાઉડિંગનો સામનો કરી રહી છે. જેલની વાસ્તવિક કેપિસિટી 2800 કેદીઓની છે, પરંતુ હાલમાં અહીં ક્ષમતા કરતાં વધુ એટલે કે 3,200થી વધુ કેદીઓ બંધ છે. જેમાં મોટાભાગના અંડરટ્રાયલ (કાચા કામના) કેદીઓ છે અને 70 જેટલા ખતરનાક આરોપીઓ તો માત્ર 'ગુજસીટોક' જેવા સંગઠિત ગુનાઓ હેઠળ સજા કાપી રહ્યા છે. ભીડભાડવાળી જેલમાં ખતરો અને ઘર્ષણ ટાળવા ટ્રાન્સફર જરૂરી હતું. માનવ અધિકારો જાળવી ટ્રાન્સફરનો આદેશ, અન્ય 7 આરોપીઓને રાહત સરકારી પક્ષની રજૂઆતો અને ભવિષ્યમાં હિંસક ઝઘડાઓની શક્યતાઓને જોતા કોર્ટે જેલ આઈજીને રાહુલ મંડલને નજીકના જિલ્લાની જેલમાં ખસેડવા આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ટ્રાન્સફર બાદ પણ અંડરટ્રાયલ કેદી તરીકે તેના કાનૂની અધિકારો (વકીલ-પરિવાર સાથે મુલાકાત અને વીડિયો કોન્ફરન્સથી હાજરી) જળવાઈ રહે તેની તકેદારી રાખવી. બીજી તરફ, અરજીમાં સામેલ અન્ય 7 આરોપીઓ (જલમલાલ, આસિફ, શુભમ, તાજીબ, શિવકાંત, સાગર અને બિપિન) અંગે જેલ સત્તાવાળાઓએ દબાણ ન કરતા હાલ તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    ITBP में हेड कांस्टेबल के 21 पदों पर भर्ती, सैलरी 81 हजार रुपये तक
    Next Article
    લુણાવાડા-બાલાસિનોરમાં ડાંગરના પાકમાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ:ખેડૂતો ચિંતિત, ખેતીવાડી વિભાગ અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment