Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નુકશાન કરતી કંપનીમાં 30 લાખનું રોકાણ કરાવી ડિરેકટરોએ ચુનો લગાવ્યો:10 કરોડની વેલ્યુ બતાવી 30 લાખનું રોકાણ કરાવ્યું બીજા જ મહિને મોટુ નુકશાન બતાવ્યું

    1 day ago

    અમદાવાદમાં લોકોને વિવિધ રીતે રોકાણ કરાવી રૂપિયા પડાવતી ગેંગ સક્રિય હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આવી જ રીતે કઠવાડામાં પોપ્યુલર પોટેટો ફૂડ્સ તથા ડિક્સોરા ટેકનોલોજી નામની કંપનીમાં રોકાણ કરાવી પટેલ બંધુઓ પાસેથી ₹30 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, કંપની નુકસાન કરતી હોવા છતાં તેને નફો કરતી દર્શાવી રોકાણ કરાવાયું હતું અને સારો નફો મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. બાદમાં કંપનીને નુકસાન થયું હોવાનું કહી રોકાણકારોના રૂપિયા પરત કરવામાં આવ્યા નહોતા. આ અંગે ફરિયાદ નોંધાતાં ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. કંપનીમાં રોકાણ કરવાથી સારો નફો મળશે ગાંધીનગરમાં રહેતા નૈતિકભાઈ પટેલ કઠવાડા ખાતે વજનકાંટા માટેના બાટ (વજનીયા) બનાવવાનું યુનિટ ચલાવી ધંધો કરે છે. તેમની ફરિયાદ મુજબ, વર્ષ 2022માં તેમના નાના ભાઈ પ્રતિકને તેના કોલેજકાળનો મિત્ર અવિનાશ પંખણીયા મળ્યો હતો. અવિનાશ પોપ્યુલર પોટેટો ફૂડ્સનો ડિરેક્ટર હોવાનું જણાવી પ્રતિકને કહ્યું હતું કે તેમની કંપનીમાં ફાઇનાન્સરની જરૂર છે. જો કંપનીમાં રોકાણ કરવામાં આવે તો તેમને પોપ્યુલર પોટેટો ફૂડ્સ તથા ડિક્સોરા ટેકનોલોજીમાં ડિરેક્ટર બનાવવામાં આવશે અને સારો નફો મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પટેલ બંધુઓ પાસેથી ₹30 લાખનું રોકાણ કરાવ્યું ફરિયાદ મુજબ, કંપની અગાઉથી નુકસાન કરતી હોવા છતાં તેને રૂ.10 કરોડની વેલ્યુએશન ધરાવતી હોવાનું દર્શાવી તેમાં સારો નફો થશે તેવી લાલચ આપવામાં આવી હતી, ત્યારબાદ વર્ષ 2022-23 દરમિયાન પટેલ બંધુઓ પાસેથી ₹30 લાખનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. જોકે, રોકાણ કર્યા બાદ કંપનીના રિપોર્ટમાં ₹77 લાખનું નુકસાન દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ કંપની દ્વારા સતત નુકસાન દર્શાવવામાં આવતું હતું. પટેલ બંધુઓની ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસ આ અંગે પ્રતિક અને નૈતિકભાઈએ રોકાણ કરેલા નાણાં અંગે ડિરેક્ટરો સાથે વાત કરતાં કંપનીમાં નુકસાન થયું હોવાનું કહી તેમના રૂપિયા પરત કરવામાં આવ્યા નહોતા. આખરે પટેલ બંધુઓએ આ અંગે ફરિયાદ નોંધાવતાં ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. ડિરેક્ટરો સામે ફરિયાદ
    Click here to Read More
    Previous Article
    લુણાવાડા-બાલાસિનોરમાં ડાંગરના પાકમાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ:ખેડૂતો ચિંતિત, ખેતીવાડી વિભાગ અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન આપ્યું
    Next Article
    પંચમહાલ ક્રાઈમ અપડેટ:ગોધરામાં 25 વર્ષીય યુવકનો આપઘાત, ઘોઘંબામાં મકાન ધરાશાયી થતાં ઈજાગ્રસ્ત આધેડનું સારવાર બાદ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment