Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસવડા પ્રશાંત સુંબેએ દાંતાથી અંબાજી પદયાત્રા શરૂ કરી:ભાદરવી પૂનમ મેળામાં જિલ્લા પોલીસ પરિવાર અને સ્ટાફ પણ જોડાયો, પદયાત્રીઓનો અવિરત પ્રવાહ

    10 hours ago

    ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજી તરફ પદયાત્રીઓનો સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ તેમના જિલ્લા પોલીસ પરિવાર સાથે દાંતાથી અંબાજી તરફ પદયાત્રા શરૂ કરી. પોલીસ વડા સાથે એસઓજી અને એલસીબી સહિતનો પોલીસ સ્ટાફ પણ આ પદયાત્રામાં જોડાયો હતો. ભાદરવી પૂનમ મહામેળાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા પોલીસે પદયાત્રીઓની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે જુદા જુદા સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. પદયાત્રીઓની સતત અવરજવર વચ્ચે પોલીસ કર્મચારીઓ રસ્તા પર જરૂરી તપાસ અને દેખરેખ રાખી રહ્યા છે. પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંબાજી તરફ જતા ભક્તોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પદયાત્રા દરમિયાન પણ પોલીસ દ્વારા પદયાત્રીઓની જરૂરી તપાસ કરવામાં આવશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ અને તકેદારી રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ચણવઈમાં 100 ખેડૂતને મધમાખી પાલનની તાલીમ અપાઈ:મધ સિવાયની અન્ય પ્રોડક્ટ્સ બનાવી આવક વધારવાની માહિતી આપવામાં આવી
    Next Article
    17 ચેક બાઉન્સ થતાં વાપીના કેમિકલ વેપારી સામે ફરિયાદ:ઓર્ડર આપી માલ મંગાવ્યા બાદ 1.33 કરોડ ચૂકવ્યા નહીં, વડોદરાની કંપની સાથે છેતરપિંડી આચરી; 2 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment