Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચણવઈમાં 100 ખેડૂતને મધમાખી પાલનની તાલીમ અપાઈ:મધ સિવાયની અન્ય પ્રોડક્ટ્સ બનાવી આવક વધારવાની માહિતી આપવામાં આવી

    11 hours ago

    વલસાડ તાલુકાના ચણવઈમાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો ખાતે મધમાખી પાલન માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા આયોજિત કરાયો હતો. જેમાં જિલ્લાના 100 ખેડૂતો અને ભરૂચ-આણંદની એગ્રીકલ્ચર કોલેજના 63 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તાલીમમાં બાગાયત વિભાગે મધમાખી પાલકોને મળતી સરકારી સહાય અને યોજનાઓ વિશે ખેડૂતોને માહિતી આપી. નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મધમાખી પાલનનું ટેકનિકલ માર્ગદર્શન આપ્યું. તેમણે મધમાખીનો ખોરાક, રાણી મધમાખીની ઓળખ, કામદાર મધમાખીની કામગીરી, મધ ઉત્પાદન અને પોલીનેશન જેવી પ્રક્રિયાઓ સમજાવી. ફણસવાડાની મનમોહન એપીયરીના મનમોહન બી. પટેલે ખેડૂતોને મધમાખી પાલનમાં વપરાતા સાધનોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું. તેમણે બોક્સ, હાઈવ અને હની એક્સટ્રેક્ટર જેવા સાધનો વિશે માર્ગદર્શન આપ્યું. નાયબ બાગાયત નિયામક નિકુંજ એન. પટેલે જણાવ્યું કે, ખેડૂતો મધમાખી પાલનમાંથી મધ ઉપરાંત અન્ય પ્રોડક્ટ્સ બનાવીને પણ આવક મેળવી શકે છે. તાલીમમાં મધમાંથી બનતી પ્રોડક્ટ્સ અને તેના માર્કેટિંગ વિશે પણ માહિતી અપાઈ. આણંદ અને ભરૂચ કોલેજના વિદ્યાર્થીઓને 15 દિવસની કૌશલ્યવર્ધન તાલીમમાં મધમાખી પાલનના વ્યવસાય વિશે પણ સમજાવવામાં આવ્યું. ધરમપુરના આવધા ગામના ખેડૂત ગમનભાઈ દળવીએ કહ્યું કે, તાલીમમાં મધમાખી કેટલા સમયમાં મધ બનાવે છે, રાણી મધમાખીની ઓળખ અને પોલીનેશન જેવી ઉપયોગી માહિતી મળી. ભરૂચ એગ્રીકલ્ચર કોલેજની વિદ્યાર્થિનીઓ એન્ટી અમ્પે અને પૃષ્ટિ શાહે જણાવ્યું કે, મધમાખી અને તેમાંથી બનતી પ્રોડક્ટ્સ વિશેની પ્રેક્ટિકલ અને થિયરીકલ માહિતી તેમના અભ્યાસ માટે ખૂબ ઉપયોગી છે.
    Click here to Read More
    Previous Article
    150 ફૂટ ઊંચા ટાવર પરથી યુવકે ઝંપલાવ્યું, ઘટનાસ્થળે જ મોત:બે દિવસથી માનસિક સ્થિતિ કથળેલી હતી, ચાણસ્માના ધરમોડા ગામની ઘટના
    Next Article
    પોલીસવડા પ્રશાંત સુંબેએ દાંતાથી અંબાજી પદયાત્રા શરૂ કરી:ભાદરવી પૂનમ મેળામાં જિલ્લા પોલીસ પરિવાર અને સ્ટાફ પણ જોડાયો, પદયાત્રીઓનો અવિરત પ્રવાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment