Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    17 ચેક બાઉન્સ થતાં વાપીના કેમિકલ વેપારી સામે ફરિયાદ:ઓર્ડર આપી માલ મંગાવ્યા બાદ 1.33 કરોડ ચૂકવ્યા નહીં, વડોદરાની કંપની સાથે છેતરપિંડી આચરી; 2 સામે ફરિયાદ

    10 hours ago

    વડોદરાની હિતુ કેમિકલ્સ એન્ડ અલ્કલાઈઝ લિમિટેડ કંપની પાસેથી કેમિકલનો મોટાપાયે માલ ખરીદી તેની સામે 1.33 કરોડ રૂપિયાના 17 ચેક આપ્યા બાદ તમામ ચેક બાઉન્સ થતાં વાપીના કેમિકલ વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ શરૂઆતથી જ બદઈરાદે માલ મેળવી અન્ય લોકોને વેચી નાખ્યો હતો અને કંપનીના નાણાં ચૂકવ્યા નથી. મે-2024માં જુદા જુદા 10 પર્ચેઝ ઓર્ડર આપ્યા વડોદરાના જેતલપુર વિસ્તારમાં રહેતા 51 વર્ષીય સંજયભાઈ રણજીતસિંહ ગોહેલ હિતુ કેમિકલ્સ એન્ડ અલ્કલાઈઝ લિમિટેડમાં માર્કેટિંગ હેડ તરીકે ફરજ બજાવે છે. તેમણે અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વાપી ખાતે ઈકોલોજીકો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર મોહિત સતપાલ સાહનેયે કંપનીનો સંપર્ક કરી કોસ્ટિક સોડા, એસિટિક એસિડ સહિતના કેમિકલ ખરીદવા માટે મે-2024 દરમિયાન જુદા જુદા 10 જેટલા પર્ચેઝ ઓર્ડર આપ્યા હતા. કંપનીએ ઓર્ડર મુજબ આરોપીને વાપી અને ગુરુગ્રામ ખાતે માલની ડિલિવરી કરી હતી. આરોપીએ અલગ અલગ તારીખના 17 ચેક આપ્યા માલની કિંમત ચૂકવવા માટે આરોપીએ અલગ અલગ તારીખના 17 ચેક આપ્યા હતા. આ તમામ ચેકની રકમ રૂ.1,33,05,007 હતી. કંપનીએ ચેક બેંકમાં જમા કરાવતા તમામ ચેક ‘Funds Insufficient’ અને ‘Payment Stopped by Drawer’ જેવા કારણોસર પરત ફર્યા હતા. વિવિધ બહાના બતાવી પેમેન્ટ કરવામાં આવ્યું નહોતું ચેક આપતી વખતે આરોપીએ નિયત તારીખે ચેક જમા કરાવતા નાણાં મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. જોકે ચેક બાઉન્સ થયા બાદ કંપની દ્વારા વારંવાર નાણાંની માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં આરોપી દ્વારા વિવિધ બહાના બતાવી પેમેન્ટ કરવામાં આવ્યું નહોતું. આરોપી સામે મુંબઈની અદાલતમાં અગાઉ ચેક સંબંધિત બે કેસ પણ દાખલ કર્યા હતા. કંપનીના રૂ.1.33 કરોડ ચૂકવ્યા નથી આરોપીએ કંપની પાસેથી માલ મેળવી અન્ય લોકોને વેચી આર્થિક લાભ મેળવ્યો, પરંતુ કંપનીના રૂ.1.33 કરોડ ચૂકવ્યા નથી. વારંવાર સંપર્ક કરવા છતાં નાણાં પરત ન આપતા આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસવડા પ્રશાંત સુંબેએ દાંતાથી અંબાજી પદયાત્રા શરૂ કરી:ભાદરવી પૂનમ મેળામાં જિલ્લા પોલીસ પરિવાર અને સ્ટાફ પણ જોડાયો, પદયાત્રીઓનો અવિરત પ્રવાહ
    Next Article
    🟠Heavy Rain Red Alert In Ahmedabad LIVE | અમદાવાદવાસી સાચવજો! રેડ એલર્ટ જાહેર | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment