Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મંદિર, કોબા કમલમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:અમદાવાદ શહેર ભાજપ કાર્યાલયને પણ ધમકીભર્યો મેઈલ; 'અલ્લાહ હું અકબર, ખાલિસ્તાન'નો મેઈલમાં ઉલ્લેખ

    21 hours ago

    ગુજરાતને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. કોઈ અજાણ્યા શખ્સે ઇમેઇલ મારફતે આતંકી ધમકી આપી છે. ધમકીભર્યા ઇમેઇલની શરૂઆતમાં 'અસલામુ વાલેકુમ, અલ્લાહુ અકબર' લખીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કરાયો છે. સોમનાથ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને RAWનો ઈમેલમાં ઉલ્લેખ ઇમેઇલમાં સોમનાથ મંદિર, CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સેન્ટ્રલ ઓફિસ, તમામ પોલીસકર્મીઓ અને RAW એજન્સીને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરાયો છે. અલગ-અલગ લોકેશન પર અગાઉથી જ બોમ્બ ફિટ કરી દેવામાં આવ્યા હોવાનો ઇમેઇલમાં ચોંકાવનારો દાવો કરાયો છે. 'હિન્દુસ્તાન મુર્દાબાદ અને ભાજપ મુર્દાબાદ' ઈમેલમાં લખ્યું ધમકી આપનારે ઇમેઇલમાં ઝેર ઓકતા હિન્દુસ્તાન મુર્દાબાદ અને ભાજપ મુર્દાબાદ જેવા શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. પત્રમાં આતંકી કનેક્શન છતું કરતા પાકિસ્તાન ઝિંદાબાદ અને ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ લખવામાં આવ્યા. ઇમેઇલના અંતમાં ફરી અલ્લાહુ અકબર લખાયું હતુ. ધમકી મળતા જ રાજ્યની તમામ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ મોડ પર છે. તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ખાનપુરમાં ભાજપ કાર્યાલય ખાતે પોલીસનું ચેકિંગ ઈમેલ મારફતે ધમકીની અમદાવાદ શહેર પોલીસને જાણ થઈ હતી, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ખાનપુરમાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચી અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તેમજ બોમ્બ સ્કવોડની ટીમને પણ શહેર ભાજપ કાર્યાલય પર રવાના કરવામાં આવી છે. મેયર હિતેશ બારોટ અને શહેર મહામંત્રી ઉમંગભાઈ નાયક હાલમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. જ્યારે અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ પી.બી ખાંભલાએ જણાવ્યું હતું કે, બોમ્બની ધમકીનો ઈમેઇલ મળતા ચેકીંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. પરંતુ કઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    સાંઢિયાપુલ નજીક બેરીકેટ હટાવતા પોલીસે ફરજ રુકાવટની ફરિયાદ નોંધી:પોલીસ બેરીકેટ લગાવતા પ્રજા હેરાન થાય છે, વિપક્ષમાં છું એટલે મારી સામે કાર્યવાહી કરી, 100 ફરિયાદ કરશે તો પણ હું સત્યની સામે લડીશ : પદ્મિનીબા
    Next Article
    મહાપાલિકાની ઇકો-ફ્રેન્ડલી પહેલ:ગણેશોત્સવના પૂજાપામાંથી બનશે જૈવિક ખાતર અને અગરબત્તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment