Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાપાલિકાની ઇકો-ફ્રેન્ડલી પહેલ:ગણેશોત્સવના પૂજાપામાંથી બનશે જૈવિક ખાતર અને અગરબત્તી

    1 day ago

    નવસારી પંથકમાં મનપા દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન એકત્ર થતા પુજાપામાંથી ખાતર અને અગરબત્તી તૈયાર કરવામાં આવશે. ગણેશ મહોત્સવ દરમિયાન પર્યાવરણની જાળવણી અને ધાર્મિક પવિત્રતા જળવાઈ રહે તે હેતુસર મનપા દ્વારા એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. ઉત્સવ દરમિયાન શહેરના વિવિધ પંડાલો અને સોસાયટીઓમાંથી એકત્રિત થતા નિર્માલ્ય તથા પૂજાપામાંથી ગુણવત્તાયુક્ત અગરબત્તી, ધૂપસળી અને કમ્પોસ્ટ (જૈવિક ખાતર) તૈયાર કરવામાં આવશે. આ તૈયાર થયેલી વસ્તુઓ જે-તે પંડાલો, મોહલ્લા અને સોસાયટીઓને ગાર્ડનિંગ તથા ધાર્મિક ઉપયોગ માટે વિનામૂલ્યે અપાશે. પૂજાપો અને ફૂલ-હાર જેવી સામગ્રી એકત્ર કરવા માટે ખાસ અલગ ટેમ્પો દોડાવવાનું શરૂ કરી દેવાયું છે. આ વાહનો પંડાલો અને રહેણાંક વિસ્તારોમાંથી નિર્માલ્યનો કચરો એકત્ર કરશે. પ્રોજેક્ટ અંતર્ગત એકત્રિત સામગ્રી પર પ્રોસેસ કરી સંસ્થાના પોતાના બ્રાન્ડિંગ સાથેની ખાસ થેલીઓમાં પેકિંગ કરી વિતરણ કરવાની યોજના છે. આ સમગ્ર ઇકો-ફ્રેન્ડલી પ્રોજેક્ટનું એક સુવ્યવસ્થિત પ્રપોઝલ વહીવટી અધિકારી સમક્ષ કરાય છે. ગત વર્ષે 50 કિગ્રા કમપોસ્ટ ખાતર તૈયાર કરાયું ગત વર્ષે ગણેશ મહોત્સવ દરમિયાન અંદાજે 15 ટન જેટલો કુલ પૂજાપો એકત્રિત કરાયો હતો. જેમાંથી આશરે 50 કિલો કમ્પોસ્ટ ખાતર તૈયાર થયું હતું. આ ખાતરનું કોઈ વેચાણ કે મોટું બ્રાન્ડિંગ/ પબ્લિસિટી કરાઈ નહતી. માત્ર આંતરિક ઉપયોગ કરી સંસ્થા સંચાલિત બગીચાઓમાં માળીઓ મારફતે બબ્બે-ચાર-ચાર ગુણ મોકલી ગાર્ડનિંગમાં વાપરી લેવાયું હોવાનું મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મંદિર, કોબા કમલમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:અમદાવાદ શહેર ભાજપ કાર્યાલયને પણ ધમકીભર્યો મેઈલ; 'અલ્લાહ હું અકબર, ખાલિસ્તાન'નો મેઈલમાં ઉલ્લેખ
    Next Article
    Bethlehem Kudumba Unit Box Office Day 32: Malayalam Drama Maintains Theatrical Momentum

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment