Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા રૂટ પર અમદાવાદથી સોમનાથ વંદે ભારત ટ્રેન શરૂ:બોટાદ-અમરેલી જિલ્લામાં પહેલીવાર 100ની સ્પીડે દોડી ટ્રેન, જાણો સ્ટોપેજ, સમય અને ટિકિટના ભાવ

    2 days ago

    સાબરમતી-વેરાવળ વંદે ભારત એસકપ્રેસ ટ્રેનનો રૂટ આજે 17 ઓગસ્ટ 2026થી બદલાયો છે. પહેલા આ ટ્રેનનો રૂટ સાબરમતીથી સુરેન્દ્રનગર અને રાજકોટ થઈ વેરાવળ હતો અને હવે નવા રૂટ મૂજબ સાબરમતીથી ધોળકા-ધંધુકા-બોટાદ અને જૂનાગઢ થઈને વેરાવળ પહોંચશે. આ ફેરફારથી વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ આ ટ્રેનના રૂટમાંથી હટી ગયાં છે, જ્યારે ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, ચીતલ અને જુનાગઢના મુસાફરોને પહેલી વાર આ પ્રીમિયમ ટ્રેનનો લાભ મળ્યો છે. આજે સાબરમતીથી વેરાવળ નવા રૂટ પર ઉપડેલી આ ટ્રેનનું તમામ નાના-મોટા સ્ટેશનો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બોટાદ રેલવે સ્ટેશન પર કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, ગઢડાના ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને આ ટ્રેનના સ્વાગત સાથે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન પણ કરાવ્યું હતું. સાથે બોટાદથી ઢસા સુધી વંદે ભારત એક્સપ્રેસમાં યાત્રા કરી તેમજ યાત્રિકો સાથે સંવાદ કર્યો હતો. સાબરમતીથી વેરાવળનું ટાઈમટેબલ સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ-26901 ગુરુવાર સિવાય સાબરમતીથી સવારે 6:00 વાગ્યે ઉપડીને બપોરે 12:50 વાગ્યે વેરાવળ પહોંચશે,જેના વચ્ચે આવતા સ્ટેશનો અને ત્યાં ટ્રેન આવવાનો અને ઉપડવાનો સમય આ મુજબ છે : વેરાવળથી સાબરમતીનું ટાઈમટેબલ વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ-26902 ગુરુવાર સિવાય વેરાવળથી બપોરે 3:50 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:25 વાગ્યે સાબરમતી પહોંચશે, જેના વચ્ચે આવતા સ્ટેશનો અને ત્યાં ટ્રેન આવવાનો અને ઉપડવાનો સમય આ મુજબ છે : સાબરમતીથી વેરાવળની ટિકિટ કેટલી રહેશે ? સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ AC ચેર કારના રૂ.1125 અને એક્ઝિક્યુટિવ ચેર કારના રૂ.2125 છે. એવી જ રીતે વેરાવળથી સાબરમતીની ટિકિટના દર સમાન છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયમાં ભક્તોનું ઘોડાપૂર:આત્મેશ્વર મંદિરે 10 હજાર કિલો બરફથી અમરનાથ ધામની અલૌકિક પ્રતિકૃતિ રચાઈ; ભીલનાથ મંદિરે સંગીતમય શિવ આરાધના ગૂંજી
    Next Article
    ખડિયામાં નકલી દૂધ ઝડપાયા બાદ કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર:ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવી દૂધ માફિયાઓ સામે પાસા હેઠળ કાર્યવાહીની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment