Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડિયામાં નકલી દૂધ ઝડપાયા બાદ કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર:ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવી દૂધ માફિયાઓ સામે પાસા હેઠળ કાર્યવાહીની માંગ કરી

    2 days ago

    ​ગુજરાતમાં દિન-પ્રતિદિન નકલી ખાદ્ય પદાર્થો અને ભેળસેળના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ઘી, માવો, મરી-મસાલા અને પનીર બાદ હવે લોકોના રોજિંદા જીવન સાથે સીધા જોડાયેલા દૂધમાં પણ ભેળસેળ કરી કાળી કમાણી કરવાનો ખેલ શરૂ થયો છે. વ્યાપારી નફાખોરી માટે લોકોના આરોગ્ય અને માનવ સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં પણ નકલી ખાદ્યસામગ્રી પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ​ફૂડ વિભાગની નિષ્ક્રિયતાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં બે દિવસ પહેલા જૂનાગઢ પોલીસ દ્વારા ખડીયા ગામેથી કેમિકલયુક્ત નકલી દૂધ બનાવવાનું મોટા પ્રમાણમાં રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું. જૂનાગઢનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઘતું રહ્યું અને તાલુકા પોલીસે દરોડો પાડીને નકલી દૂધનું રેકેટ ખુલ્લું પાડ્યું હતું, જેમાં 60 લીટર નકલી દૂધ તથા પામોલીન તેલના જથ્થા સાથે આરોપીને રંગેહાથ ઝડપી લેવાયો હતો. ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે ફૂડ વિભાગની કામગીરી પણ પોલીસે કરવી પડી રહી છે. ફૂડ વિભાગની આ નિષ્ક્રિયતાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. જેના વિરોધમાં આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર જૂનાગઢ જિલ્લામાં માનવ જિંદગી જોખમમાં મુકાય તે રીતે ચાલી રહેલા ઝેર સમાન ડુપ્લીકેટ અને કેમિકલવાળા દૂધના વેપલા અંગે આપવામાં આવ્યું છે. કોંગ્રેસે રજૂઆત કરી હતી કે જિલ્લામાં દૂધાળા પશુઓની સંખ્યાની સરખામણીએ દૂધનું વેચાણ ઘણું વધારે થઈ રહ્યું છે. આ દૂધનો ઉપયોગ નિર્દોષ લોકો, નાના બાળકો તેમજ પનીર અને મીઠાઈ જેવી વાનગીઓ બનાવવામાં થઈ રહ્યો છે, જે લોકો માટે અત્યંત હાનિકારક છે. ડુપ્લીકેટ દૂધ બનાવતા માફિયાઓના લાયસન્સ કાયમ માટે રદ કરવાની માગ ​કોંગ્રેસે માંગ કરી છે કે દૂધના કાળા કારોબારને ડામવા માટે ગ્રામ્ય સ્તરની નાની ડેરીઓથી જ તપાસ શરૂ થવી જોઈએ. પશુઓ કરતાં વધુ દૂધ લાવનારાઓની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. આ ઉપરાંત ડુપ્લીકેટ દૂધ બનાવતા માફિયાઓ સામે 'પાસા' અને 'ગુજસીટોક' જેવી કડક કલમો હેઠળ ગુનો નોંધી તેમના લાયસન્સ કાયમ માટે રદ કરવા જોઈએ. ​જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે તંત્ર અને ભાજપ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં અને આખા સૌરાષ્ટ્રમાં જે રીતે બોગસ દૂધનો વેપાર કરવામાં આવે છે અને ડુપ્લિકેટ દૂધ બનાવવામાં આવે છે એના વિરોધમાં આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ ડુપ્લિકેટ દૂધનો વેપાર તંત્રની મિલીભગત અને ભાજપના કહેવાતા લોકોની નીચી નજર હેઠળ ચાલી રહ્યો છે. જામજોધપુરમાં પણ આ બનાવ બન્યો હતો અને કાલે ખડીયામાં બન્યો, દૂધનો ડુપ્લિકેટ કારોબાર કરતા લોકોને એક જ દિવસમાં છોડી દેવામાં આવે છે. આ દેશવિરોધી તત્વો સામે અને માનવ જિંદગી સાથે ચેડાં કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જો આવનારા દિવસોમાં કાર્યવાહી નહીં થાય, તો કોંગ્રેસ પાર્ટી લોકોને સાથે રાખીને જનતા રેડ પાડશે અને આવા દૂધ માફિયાઓને ખુલ્લા પાડશે.
    Click here to Read More
    Previous Article
    નવા રૂટ પર અમદાવાદથી સોમનાથ વંદે ભારત ટ્રેન શરૂ:બોટાદ-અમરેલી જિલ્લામાં પહેલીવાર 100ની સ્પીડે દોડી ટ્રેન, જાણો સ્ટોપેજ, સમય અને ટિકિટના ભાવ
    Next Article
    વડોદરા મનપાની રેસ્ટોરન્ટ્સ અને રીટેલર સામે લાલ આંખ:પાલિકાનું શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ, અસ્વચ્છતા રાખતા 3 યુનિટને 30,000નો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment