Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા મનપાની રેસ્ટોરન્ટ્સ અને રીટેલર સામે લાલ આંખ:પાલિકાનું શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ, અસ્વચ્છતા રાખતા 3 યુનિટને 30,000નો દંડ

    2 days ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સતત ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત પાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વિવિધ રેસ્ટોરાંમાં ગંદકી જણાતા 3 યુનિટ સામે દંડનીય કામગીરી હાથ ધરી છે. પોશ વિસ્તારના એકમોમાં અનહાઈજેનિક સ્થિતિ વડોદરાના પોશ ગણાતા ફતેગંજ અને અલકાપુરી વિસ્તારમાં ખાદ્યપદાર્થો સાથે સંકળાયેલા કુલ 3 યુનિટ્સ પર અચાનક દરોડા પાડીને આકસ્મિક તપાસ યોજવામાં આવી હતી. આ સઘન કામગીરી દરમિયાન 1 રીટેલર અને 2 જાણીતી રેસ્ટોરન્ટમાં ભારે ગંદકી અને અનહાઈજેનિક કંડિશન માલૂમ પડી હતી. આરોગ્ય શાખા અને સંબંધિત વોર્ડ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન નિયમોનો ભંગ કરવા બદલ અને અસ્વચ્છતા રાખવા બદલ આ ત્રણેય યુનિટ્સ પાસેથી કુલ રૂ. 30,000/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. રેડી ફૂડ રેસ્ટોરાંના રસોડામાં ગંદકી તપાસની વિગતો મુજબ, ફતેગંજ વિસ્તારમાં આવેલ જાણીતી રેડી ફૂડ (મોમો મન) રેસ્ટોરન્ટ ખાતે પાલિકાની ટીમે ઇન્સપેક્શન હાથ ધર્યું હતું. આ સ્થળે રસોડામાં તથા પરિસરમાં અત્યંત અસ્વચ્છ વાતાવરણ અને અનહાઇજેનિક સ્થિતિ જોવા મળી હતી. જેથી આરોગ્ય વિભાગે વોર્ડની ટીમ સાથે મળીને તાત્કાલિક ધોરણે પગલાં લેતા રેસ્ટોરન્ટ સંચાલકને રૂ. 15,000/- નો દંડ ફટકાર્યો હતો. આ જ વિસ્તારમાં આવેલી અન્ય એક જાણીતી ન્યુ અલકા રેસ્ટોરન્ટમાં પણ ઈન્સપેક્શન દરમિયાન ખાદ્યપદાર્થોની જાળવણી અને સ્વચ્છતા બાબતે ગંભીર બેદરકારી સામે આવી હતી. ત્યાં પણ અનહાઇજેનિક કંડિશન જણાતા સંયુક્ત કામગીરી અંતર્ગત રૂ. 10,000/- નો દંડ આકારવામાં આવ્યો હતો. રાજસ્થાન કુલ્ફી સામે દંડનીય કામગીરી આ ઉપરાંત, અલકાપુરી જેવા ધમધમતા વિસ્તારમાં આવેલ રાજસ્થાન કુલ્ફી નામના રીટેલર યુનિટ પર પણ પાલિકાના તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાં પણ ખાદ્યપદાર્થોના વેચાણ સ્થળે યોગ્ય હાઈજીન જાળવવામાં આવતું ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. અનહાઇજેનિક પરિસ્થિતિને ધ્યાને રાખીને પાલિકાની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને આ રીટેલરને રૂ. 5000/- નો દંડ ફટકાર્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની આ કડક ઝુંબેશથી અસ્વચ્છતા રાખતા અન્ય વેપારીઓમાં ભારે ફાળ પડી છે. પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ આવા આકસ્મિક દરોડા ચાલુ રહેશે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર એકપણ એકમને બક્ષવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    ખડિયામાં નકલી દૂધ ઝડપાયા બાદ કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર:ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવી દૂધ માફિયાઓ સામે પાસા હેઠળ કાર્યવાહીની માંગ કરી
    Next Article
    સરધાર નજીક અણીયારા ગામે સગીરાનો આપઘાત:મૂળ એમપીના શ્રમિક પરિવારની સગીરાને કામે જવા બાબતે કહેતા માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment