Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવીજેતપુરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું:વિઝિબિલિટી ઘટતા જનજીવન અને વાહનવ્યવહાર પર અસર, લોકો મુશ્કેલીમાં મુકાયા

    7 hours ago

    પાવીજેતપુર પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો. સમગ્ર વિસ્તાર ગાઢ ધુમ્મસની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો હતો. રસ્તાઓ અને રેલવે ટ્રેક પર વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી હતી. મુખ્ય માર્ગો પર ધુમ્મસ એટલું હતું કે થોડે દૂરની વસ્તુઓ પણ ચોખ્ખી દેખાતી નહોતી. વાહનચાલકોએ અકસ્માત ટાળવા માટે વાહનોની લાઈટો ચાલુ રાખીને ધીમે ચલાવવા પડ્યા હતા. રેલવે લાઈન પર પણ ગાઢ ધુમ્મસના કારણે સામે કંઈ ન દેખાતા ટ્રેનો પણ ધીમી ગતિએ ચાલી રહી હતી. સવારના સમયે કામે નીકળેલા શ્રમિકો, દૂધ વિતરકો અને સ્થાનિક નાગરિકો ઠંડા અને ધુમ્મસવાળા વાતાવરણમાં અવરજવર કરતા જોવા મળ્યા હતા. વહેલી સવારનું આ વાતાવરણ સુંદર હોવા છતાં મુશ્કેલીભર્યું હતું, જેના કારણે લોકોને શિયાળાની શરૂઆત જેવો અનુભવ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    પૂનમ માડમ હજારો યુવાનો સાથે ઝૂમ્યા, GEN Z સાથે સેલ્ફી:જામનગરની સંગીત સંધ્યામાં કહ્યું- વરસાદ થતો હોય તો 100 આયોજન કુરબાન; ઈશાની-હાર્દિક દવે, રાજ ગઢવીની રમઝટ
    Next Article
    ગોધરામાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ સંપન્ન:84 પ્રતિમાઓનું વિસર્જન કરાયું, 'ગણપતિ બાપ્પા મોરિયા' ના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment