Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂનમ માડમ હજારો યુવાનો સાથે ઝૂમ્યા, GEN Z સાથે સેલ્ફી:જામનગરની સંગીત સંધ્યામાં કહ્યું- વરસાદ થતો હોય તો 100 આયોજન કુરબાન; ઈશાની-હાર્દિક દવે, રાજ ગઢવીની રમઝટ

    8 hours ago

    જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મોત્સવ અને તેમની 25 વર્ષની રાષ્ટ્રસેવાને સમર્પિત 'નમો નાદ' ભક્તિમય સંગીત સંધ્યાનું આયોજન થયું. આ કાર્યક્રમમાં વરસાદ વચ્ચે ઈશાની-હાર્દિક દવે અને રાજ ગઢવીએ રમઝટ બોલાવી હતી જેમાં સાંસદ પૂનમ માડમ ગણપતિ વંદના અને દેશભક્તિના ગીતો પર હજારો યુવાનો સાથે ઝૂમ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વરસાદ શરૂ થતાં સાંસદ પૂનમ માડમે કહ્યું કે, જો મારા આયોજનને લીધે વરસાદ આવતો હોય તો આવા 100 આયોજન કુરબાન. ભક્તિમય સંગીત સંધ્યા, જુઓ 6 તસવીરમાં ‘આજનું યુવાધન આપણી સાંસ્કૃતિક ધરોહરને મજબૂતીથી આગળ વધારશે’ સાંસદ પૂનમ માડમે કહ્યું કે, ભક્તિ હોય કે આપણી સંસ્કૃતિ હોય. યુવાનો વધુ ઉત્સાહિત થઈને અહીં હાજર રહ્યા હતા. તેઓ સતત ગીતો માટે વિનંતી કરતા હતા, ગાયકો સાથે વાતચીત કરતા હતા. તેમનો ભાવ, તેમનો ડાન્સ, રાસ રમવાની રીત, ભજનો અને રાસમાં સતત રમતા રહેવું. આ બધું જોઈને ખ્યાલ આવે છે કે આજનું યુવાધન આપણી સાંસ્કૃતિક ધરોહરને મજબૂતીથી આગળ વધારશે. ભલે તે ધાર્મિક હોય, આધ્યાત્મિક હોય કે આપણી લોક પરંપરા હોય. ‘વરસાદ આવ્યો છતાં ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો નહોતો થયો’ ઈશાની દવેએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આજે ખૂબ મજા આવી. વરસાદ આવ્યો છતાં લોકોના ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો નહોતો થયો. અમારે હવે ફટાફટ ફરી પાછું અહીં આવવું પડશે. આજના યુવાનો ફરી આપણા ગુજરાતી સંગીત તરફ પાછા વળી રહ્યા છે. આપણું સંગીત અને સાહિત્ય એવી રીતે રજૂ થઈ રહ્યું છે કે, નવી પેઢી તેને સમજી શકે અને કનેક્ટ થઈ શકે. લોકો આ નવી પદ્ધતિને ખૂબ પ્રેમથી અપનાવી રહ્યા છે. ભજન અને ગીતોના પ્રતિસાદ અંગે જણાવ્યું કે, જાગો જાગો’, ‘ઓમ નમઃ શિવાય’, ‘નગરમાં જોગી આયા’ જેવા ગીતો, હેલો અને ડાકલા પર લોકો ખૂબ ઝૂમ્યા. ટૂંક સમયમાં જેટલું પણ પર્ફોર્મ કર્યું, લોકોએ તેને ખૂબ જ પ્રેમથી સ્વીકાર્યું છે. ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડાવા અંગેનો સંદેશ આપતા જણાવ્યું કે, આપણું ઘર જ છે. ઘરે પાછા આવવાની અપીલ ન કરવાની હોય. સાંજ પડે એટલે ઘરે પાછું આવી જ જવાનું હોય. મંત્રી રિવાબા જામનગરમાં Gen-Z સાથે ઝૂમી ઉઠ્યાં, પ્રભુ ભક્તિમાં તરબોળ થઈ ખૂબ સેલ્ફી ખેંચાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જામનગરમાં એક ભજન સંધ્યા યોજાઈ હતી. જેમાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા કૃષ્ણભક્તિમાં લીન થયા હતા. તેમણે જેન-ઝી સાથે ભજન સાથે નૃત્ય કરીને પોતાની કૃષ્ણભક્તિ વ્યક્ત કરી હતી. યુવાનો સહિત રિવાબા જાડેજા પણ ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા અને ઝૂમી ઉઠ્યા હતા. ડી.કે.વી. કોલેજ ખાતે 'આશીર્વાદનો દીવડો' નામનો ભક્તિસભર કાર્યક્રમ યોજાયો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    How deficient rainfall is affecting ragi farmers in Karnataka’s Mandya
    Next Article
    પાવીજેતપુરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું:વિઝિબિલિટી ઘટતા જનજીવન અને વાહનવ્યવહાર પર અસર, લોકો મુશ્કેલીમાં મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment