Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ સંપન્ન:84 પ્રતિમાઓનું વિસર્જન કરાયું, 'ગણપતિ બાપ્પા મોરિયા' ના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યુ

    8 hours ago

    પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને વહીવટી તંત્રની સારી વ્યવસ્થાને કારણે આખી વિસર્જન યાત્રા સફળતાપૂર્વક પાર પડી. 'ગણપતિ બાપ્પા મોરિયા' ના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યુ હતું. ગોધરા શહેરમાં પરંપરાગત રસ્તા પરથી નીકળેલી વિસર્જન યાત્રામાં ઘણા ગણેશ મંડળો અને શહેરના લોકો જોડાયા હતા. આ રસ્તા પરથી લગભગ 84 નાની-મોટી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરાયું. લાલબાગ ટેકરી પર પણ નગરપાલિકાએ ખાસ વ્યવસ્થા કરી હતી. પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દૂધાતે જણાવ્યું કે, આખી વિસર્જન યાત્રા દરમિયાન પોલીસ, વહીવટી તંત્ર, આયોજક મંડળો અને નાગરિકોના સહયોગથી વ્યવસ્થા જળવાઈ રહી. આ દરમિયાન એક મૂર્તિનું સંતુલન બગડવાને કારણે થોડી તકલીફ થઈ હતી, પણ તેમાં કોઈને ઈજા થઈ નહોતી. વિસર્જન યાત્રામાં પોલીસ બંદોબસ્ત ઉપરાંત શાંતિ સમિતિના સભ્યો, શહેરના લોકો અને અલગ-અલગ સમાજના આગેવાનોએ પણ તંત્રને મદદ કરી હતી. ખાસ કરીને મુસ્લિમ સમાજના અગ્રણીઓના સહયોગ બદલ પોલીસ તંત્રએ તેમનો આભાર માન્યો. ડૉ. હરેશ દૂધાતે નગરપાલિકા તંત્ર, વહીવટી તંત્ર, શહેરના લોકો, મુસ્લિમ અગ્રણીઓ અને શાંતિ સમિતિના સભ્યોનો ગણેશ વિસર્જન યાત્રાને સફળ બનાવવામાં મદદ કરવા બદલ આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    પાવીજેતપુરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું:વિઝિબિલિટી ઘટતા જનજીવન અને વાહનવ્યવહાર પર અસર, લોકો મુશ્કેલીમાં મુકાયા
    Next Article
    મનપાની કાર્યવાહી સામે ફુલના વેપારીઓમાં આક્રોશ:રામનાથપરાથી હટાવવામાં આવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ, કહ્યું-વર્ષોથી અહીં ધંધો કરીએ છીએ હવે ક્યાં જઈએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment