Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની કાર્યવાહી સામે ફુલના વેપારીઓમાં આક્રોશ:રામનાથપરાથી હટાવવામાં આવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ, કહ્યું-વર્ષોથી અહીં ધંધો કરીએ છીએ હવે ક્યાં જઈએ

    9 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી અચાનક કાર્યવાહીને કારણે સ્થાનિક ફૂલ વેચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રામનાથપરા સ્મશાન પાસે છેલ્લા 15 વર્ષથી ફૂલ વેચતા ખેડૂતોને અચાનક મનપાના અધિકારીઓ દ્વારા ત્યાંથી હટાવવામાં આવતા ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈને મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવવા માટે કચેરીની બહાર રોડ પર જ પોતાના ફૂલ ઠાલવી દીધા હતા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 'સવારે 8.30 વાગ્યા સુધી વેપાર કરવા દેવામાં આવે' સ્થાનિક વેપારી અને ખેડૂત ગુલાબભાઈ મનાભાઈએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 35 વર્ષથી આ ધંધો કરે છે. પહેલા પારેવડી ચોક પાસે ધંધો કરતા હતા, જ્યાંથી તેમને ખસેડીને અહીં બેસાડવામાં આવ્યા હતા. હવે અહીંથી પણ તેમને ઊભા કરી દેવામાં આવ્યા છે. તેમણે માંગ કરી છે કે તંત્ર દ્વારા તેમને યોગ્ય જગ્યા આપવામાં આવે અથવા તો સવારે 8:30 વાગ્યા સુધીનો જે નિયમિત સમય છે તે મુજબ વેપાર કરવા દેવામાં આવે. 'મનપાના અધિકારીઓએ માલ ઉપાડી લેવાની ધમકી આપી ખેડૂતોને હટાવ્યા' બીજા એક ખેડૂત દિલીપ રાઠોડે જણાવ્યું હતું કે, આશરે 700 થી 800 જેટલા ખેડૂતો છેલ્લા 15 વર્ષથી સતત રામનાથપરા ખાતે ફૂલ વેચવા માટે આવે છે. તેઓ દરરોજ સવારે 8:30 વાગ્યા સુધી પોતાનો વેપાર કરે છે. પરંતુ આજે સવારે 6:00 વાગ્યે કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર મનપાના અધિકારીઓ આવ્યા હતા અને માલ ઉપાડી લેવાની ધમકી આપીને ખેડૂતોને ત્યાંથી હટાવી દીધા હતા. ચોમાસાની સીઝનમાં એક તરફ પૂરતો વરસાદ થયો નથી અને બીજી તરફ સિઝન સમયે વેપાર કરવા નહીં દેવાતા ખેડૂતોની આજીવિકા પર મોટો પ્રશ્ન ઊભો થયો છે. ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તેમને વેપાર માટે ચોક્કસ જગ્યા ફાળવવામાં આવે જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. ત્યારે આ મામલે મનપા તંત્ર દ્વારા શુ પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ સંપન્ન:84 પ્રતિમાઓનું વિસર્જન કરાયું, 'ગણપતિ બાપ્પા મોરિયા' ના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યુ
    Next Article
    India's Next Hiring Hubs Beyond Metros: Top 10 Cities To Watch For New Jobs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment