Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં પત્નીના આડા સંબંધની શંકામાં હુમલો:પતિએ જેટકોની ઓફિસ બહાર ડેપ્યુટી એન્જિનિયરને પકડી રાખ્યો, પત્નીએ બેગમાંથી ચપ્પુ કાઢી બગલના નીચેના ભાગે માર્યુ, પતિ પત્ની સામે ફરિયાદ

    14 hours ago

    વડોદરા શહેરમાં પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકાને પગલે પતિ-પત્નીએ મળીને જેટકોના ડેપ્યુટી એન્જિનિયર પર ચપ્પુથી હુમલો કર્યો હતો. ઓફિસની બહાર બનેલી ઘટનામાં ઇજાગ્રસ્ત એન્જિનિયરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં રહેતા અને રેસકોર્ષ ખાતે જેટકો જી.ઇ.બી. કંપનીમાં ડેપ્યુટી એન્જિનિયરે આપેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.19 સપ્ટેમ્બરના રોજ સવારે તેઓ ઘરેથી ઓફિસ જવા નીકળ્યા હતા અને આશરે 10:30 વાગ્યે ઓફિસે પહોંચી દૈનિક કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે આર.એન.સી. વિભાગમાં કામ કરતા મહેશ પટેલની પત્ની મહિમા પટેલ(બંનેના નામ બદલ્યા છે)નો ફોન આવ્યો હતો. તેણે પૈસા આપવા માટે ઓફિસે આવવાનું જણાવ્યું હતું. આશરે 15થી 20 મિનિટ બાદ મહેશ પટેલ અને તેની પત્ની કિંજલ પટેલ બંને ઓફિસે આવ્યા હતા અને ઓફિસની બહાર નીચે જઈને વાત કરવાનું કહેતા ફરિયાદી બંને સાથે ગૌતમનગર સોસાયટીના ગેટ પાસે ગયા હતા.ત્યાં મહેશ પટેલે ફરિયાદીને “તું મારી પત્ની સાથે કેમ આડા સંબંધ રાખે છે?” તેમ કહી તેમનો જમણો હાથ કાંડામાંથી પકડી લીધો હતો. આ દરમિયાન બાજુમાં ઉભેલી મહિમા પટેલે તેની સાથે રહેલી બ્રાઉન રંગની હેન્ડબેગમાંથી કાળા હાથાવાળું ચપ્પુ કાઢી ફરિયાદીની બગલના નીચેના ભાગે મારી દીધું હતું. ચપ્પુ વાગતા લોહી નીકળતાં ફરિયાદીએ બંનેના હાથમાંથી પોતાને છોડાવી જેટકો કંપનીના કમ્પાઉન્ડમાં દોડી ગયા હતા. ત્યાં જી.ઇ.બી.ના ગાડીના ડ્રાઇવર મળતા તેઓ તેમની સાથે સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે પતિ પત્ની વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ-અંબાજી હાઈવે પર પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ:રૂની પાસે રાધે ગોવિંદ ફાઉન્ડેશન દ્વારા નાસ્તો, મેડિકલ અને આરામની સુવિધા
    Next Article
    ભાજપમાં દાવેદારોની દોડધામ:આજથી ત્રણ સ્થળે સેન્સ લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment