Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપમાં દાવેદારોની દોડધામ:આજથી ત્રણ સ્થળે સેન્સ લેવાશે

    18 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હવે શરૂ થઈ રહી છે. આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત સાથે જ ભાજપ દ્વારા દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રદેશ ભાજપે આ માટે પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, ભાજપ આગેવાન શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની નિમણૂક કરી છે. ત્રણેય નિરીક્ષકો અલગ-અલગ સ્થળે વોર્ડ મુજબ દાવેદારોને સાંભળશે. દરમિયાન આમ આદમી પાર્ટીએ 23 જેટલા ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે જ્યારે ભાજપ અને કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી માટેની દોડધામ તેજ બની છે. ભાજપ દ્વારા આજથી દાવેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે આજથી જ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થવાની છે ત્યારે ભાજપ દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા જૂના ગાંધીનગરના સેક્ટર 28 જીઆઇડીસી ખાતે, સેક્ટર 16ના બ્રહ્મભવન ખાતે તેમજ રાયસણના આર. કે. પટેલ ફાર્મ ખાતે અલગ-અલગ વોર્ડના દાવેદારોને સાંભળવામાં આવશે. આ પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, ભાજપ આગેવાન શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આમ આદમી પાર્ટીએ ગઈકાલે 23 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસે હજુ સુધી એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. ભાજપ દ્વારા આજે દાવેદારોને સાંભળ્યા બાદ તેમની યાદી પ્રદેશમાં મોકલવામાં આવશે. ત્યારબાદ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ચર્ચા કરીને મહાનગરપાલિકાની ચૂંટણી માટેના 44 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ચૂંટણીનું રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં પત્નીના આડા સંબંધની શંકામાં હુમલો:પતિએ જેટકોની ઓફિસ બહાર ડેપ્યુટી એન્જિનિયરને પકડી રાખ્યો, પત્નીએ બેગમાંથી ચપ્પુ કાઢી બગલના નીચેના ભાગે માર્યુ, પતિ પત્ની સામે ફરિયાદ
    Next Article
    Opinion: The Big Screen's Second Act: Why The Premature Obituary Of Television Misses The Bigger Story

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment