Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ-અંબાજી હાઈવે પર પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ:રૂની પાસે રાધે ગોવિંદ ફાઉન્ડેશન દ્વારા નાસ્તો, મેડિકલ અને આરામની સુવિધા

    14 hours ago

    અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે મા અંબાના દર્શન કરવા જતા પદયાત્રીઓ માટે પાટણ શહેરના હાઈવે વિસ્તારથી લઈને રૂની ગામ સુધી મોડી રાત સુધી વિવિધ સેવા કેમ્પ ચાલુ છે. ગઈકાલે મોડી રાત્રે ત્રણ વાગ્યે પણ પાટણ હાઈવે ચાર રસ્તાથી રૂની સ્વામિનારાયણ મંદિર તરફ જતા ભક્તોએ આ કેમ્પોની સેવાનો લાભ લીધો હતો. રસ્તા પર 'રાધે ગોવિંદ સેવા કેમ્પ', 'જય બાબારી અબોલ પશુ સેવા કેમ્પ', 'શિવ ઓટોમોબાઈલ સેવા કેમ્પ' અને 'જય રામદેવપીર સેવા કેમ્પ' દ્વારા પદયાત્રીઓ માટે સારી સેવાઓ આપવામાં આવી રહી છે. રૂની ગામમાં સ્વામિનારાયણ મંદિર પાસે 'રાધે ગોવિંદ ફાઉન્ડેશન' દ્વારા પદયાત્રીઓ માટે ઘણી સેવાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. જેમાં તાજી ચા, કોફી, શુદ્ધ પીવાનું પાણી અને મોડી રાત્રે પણ ગરમાગરમ 'લાઈવ ભજીયા'નો નાસ્તો મળે છે. પદયાત્રીઓનો થાક ઉતારવા માટે ગાદલા, પલંગ અને ગરમીથી રાહત આપતા ઠંડી હવાના કૂલરની વ્યવસ્થા છે. જરૂરિયાતમંદ યાત્રાળુઓ માટે પ્રાથમિક સારવાર અને મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ છે. આ તમામ સારી વ્યવસ્થા રાધે ગોવિંદ ફાઉન્ડેશન પાટણના પ્રમુખ અને જાણીતા બિલ્ડર મનોજભાઈ ઠક્કર તરફથી કરવામાં આવી છે. મનોજભાઈ ઠક્કરે પાટણ થઈને અંબાજી તરફ પગપાળા જતા તમામ ભક્તોને રૂની ગામ પાસે આવેલા રાધે ગોવિંદ સેવા કેમ્પની મુલાકાત લઈ આ સેવાનો લાભ લેવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    રશિયામાં પુતિન સમર્થક પાર્ટીની જીત:યુનાઇટેડ રશિયાને શરૂઆતની ગણતરીમાં 57.5% મત; 2021માં 450માંથી 324 બેઠકો જીતી હતી
    Next Article
    વડોદરામાં પત્નીના આડા સંબંધની શંકામાં હુમલો:પતિએ જેટકોની ઓફિસ બહાર ડેપ્યુટી એન્જિનિયરને પકડી રાખ્યો, પત્નીએ બેગમાંથી ચપ્પુ કાઢી બગલના નીચેના ભાગે માર્યુ, પતિ પત્ની સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment