Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રશિયામાં પુતિન સમર્થક પાર્ટીની જીત:યુનાઇટેડ રશિયાને શરૂઆતની ગણતરીમાં 57.5% મત; 2021માં 450માંથી 324 બેઠકો જીતી હતી

    14 hours ago

    રશિયાની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સમર્થિત યુનાઇટેડ રશિયા પાર્ટીએ જીત મેળવી છે. પ્રારંભિક પરિણામોમાં પાર્ટીએ 57.5% મતો સાથે અજેય સરસાઈ મેળવી લીધી છે. ચૂંટણીનાં સત્તાવાર પરિણામો હજુ આવવાના બાકી છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ આ પહેલી સંસદીય ચૂંટણી છે. પુતિને ચૂંટણીને યુક્રેનમાં લડી રહેલા રશિયન સૈનિકોના સમર્થન સાથે જોડીને રજૂ કરી હતી. 2021ની છેલ્લી સંસદીય ચૂંટણીમાં યુનાઇટેડ રશિયાએ સ્ટેટ ડુમાની 450માંથી 324 બેઠકો જીતી હતી. સ્ટેટ ડુમા રશિયાની સંસદનું નીચલું ગૃહ છે. તેમાં કુલ 450 બેઠકો છે. તેમાંથી 225 બેઠકો પાર્ટીને મળેલા મતોના આધારે અને 225 બેઠકો અલગ-અલગ વિસ્તારોમાં સીધી ચૂંટણી દ્વારા નક્કી થાય છે. યુક્રેન યુદ્ધનો વિરોધ કરતી પાર્ટી ચૂંટણીમાંથી બહાર રશિયાની યુદ્ધવિરોધી પાર્ટી યાબ્લોકોને આ વખતે પાર્ટીના નામે ચૂંટણી લડવાથી રોકવામાં આવી. જોકે, પાર્ટીના કેટલાક નેતાઓને અલગ-અલગ બેઠકો પરથી ચૂંટણી લડવાની મંજૂરી મળી. આ ઉપરાંત અનેક સરકારવિરોધી નેતાઓ અને ઉમેદવારોને પણ ચૂંટણી લડવાની તક મળી નહીં. રશિયામાં આ ચૂંટણીમાં 56.66% લોકોએ મતદાન કર્યું. મોસ્કોમાં મતદાનનો આંકડો રેકોર્ડ સ્તરે રહ્યો. ચૂંટણીમાં પુતિન ઉમેદવાર નહોતા પુતિન પોતે આ સંસદીય ચૂંટણીમાં ઉમેદવાર નહોતા. તેઓ યુનાઇટેડ રશિયા પાર્ટીના સભ્ય પણ નથી. જોકે, તેઓ 2008થી 2012 સુધી આ પાર્ટીના નેતા રહી ચૂક્યા છે. રશિયામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી 2030માં યોજાવાની છે. ચૂંટણી પહેલાં પુતિને કહ્યું હતું કે લોકોનો મત યુક્રેનમાં લડી રહેલા રશિયન સૈનિકો પ્રત્યેના સમર્થનને દર્શાવશે. પુતિન ચૂંટણીનાં પરિણામોને પોતાની નીતિઓ અને યુક્રેન યુદ્ધના સમર્થન તરીકે રજૂ કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ગ્લેમરસ 'પૂ' થી સીરિયસ 'ડિટેક્ટિવ' સુધી:'ચમેલી'એ બદલી કિસ્મત તો 'દાયરા'માં બની કડક પોલીસ અફસર, આ રીતે બદલાઈ કરીના કપૂરની ફિલ્મી દુનિયા
    Next Article
    પાટણ-અંબાજી હાઈવે પર પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ:રૂની પાસે રાધે ગોવિંદ ફાઉન્ડેશન દ્વારા નાસ્તો, મેડિકલ અને આરામની સુવિધા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment