Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દર્શન કરી ગણેશ મંડળોની લાગણીને વાચા આપી‎:વલસાડ સાંસદે સ્કૂટર ઉપર ગણેશ પંડાલોની મુલાકાત લીધી

    7 hours ago

    હાલે વલસાડ શહેરમાં ચાલી રહેલા ભવ્ય ગણેશ મહોત્સવમાં જન પ્રતિનિધિ તરીકે શ્રીજી ભક્તોની લાગણીને વાચા આપી વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલની સાદગી ફરી એકવાર જોવા મળી હતી. સરકાર તરફથી મળતી લક્ઝરી ગાડી, તમામ સુવિધાઓ અને સુરક્ષા ગાર્ડ હોવા છતાં સાંસદે પ્રોટોકોલને બાજુ પર મૂકી સામાન્ય નાગરિકની જેમ મોડી સાંજે પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને ગલી ગલીએ શહેરના વિવિધ ગણેશ મંડળોમાં પહોંચી ગયા હતા. સાંસદે એકલા હાથે સ્કૂટર ચલાવી દરેક મંડપમાં જઈ ગણેશજીના દર્શન કર્યા, આયોજકોને રૂબરૂ મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા. કોઈ પણ જાતના કાફલા વિના સાંસદને પોતાની વચ્ચે જોતા જ આયોજકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજકો સાથે ચર્ચા કરતા સાંસદે જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવ એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પણ સમાજને એક કરવાનું માધ્યમ છે. યુવાનો દ્વારા થતી સેવા અને વ્યવસ્થા પ્રશંસનીય છે.
    Click here to Read More
    Previous Article
    ખાતાનો ઉપયોગ કરનાર શખ્સ સામે કાર્યવાહી‎:ફ્રોડના રૂ.99,999 પોતાના ખાતામાં મેળવી અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા
    Next Article
    ઉમરગામમાં મહિલાઓ ઉપર નાઈટ શિફ્ટનું દબાણ સાથે કાઢવાની ધમકી:વિરોધ કરતા કામ કરવું હોય તો કરો, નહીંતર ઘરે બેસવા જણાવે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment