Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામમાં મહિલાઓ ઉપર નાઈટ શિફ્ટનું દબાણ સાથે કાઢવાની ધમકી:વિરોધ કરતા કામ કરવું હોય તો કરો, નહીંતર ઘરે બેસવા જણાવે‎

    7 hours ago

    સરકાર દ્વારા મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની શરતી મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ઉમરગામ તાલુકાની અનેક કંપનીઓમાં આ મંજૂરીનો દુરુપયોગ થઈ રહ્યો છે. મહિલા કામદારો પાસે દબાણપૂર્વક નાઈટ શિફ્ટ કરાવવામાં આવી રહી છે અને ના પાડનારી મહિલાઓને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. છતાં સ્થાનિક રાજકીય આગેવાનો ચૂપ છે. સમગ્ર ઉમરગામ તાલુકામાં હજારોની સંખ્યામાં કંપનીઓ આવેલી છે. કંપનીઓ વધી રહી છે જેની સામે કામદારોની અછત પણ વધી છે જેનો લાભ લેબર કોન્ટ્રાક્ટરો પણ ઉઠાવી રહ્યા છે. પ્રોડક્શન વધારવા હવે મહિલા કામદારો પાસે નાઈટ શિફ્ટ કરાવવામાં આવી રહી છે. મહિલાઓ માટે નાઈટ શિફ્ટ શરૂ થતા સ્થાનિક ગ્રામીણ પરિવારોનું સામાજિક ઘડતર તૂટી પડવાની સ્થિત સર્જાય રહી છે જે એક ગંભીર મુદ્દો બન્યો છે. નાઇટ શિફ્ટ ફરજીયાત કરવામાં આવી ગરીબ અને મધ્યમવર્ગની મહિલાઓ રોજગારી માટે કંપનીઓમાં કામ કરે છે. કંપનીઓ દ્વારા હવે અચાનક નાઈટ શિફ્ટ શરૂ કરવામાં આવી છે. મહિલા કામદારોને કહેવામાં આવે છે કે "નાઈટ શિફ્ટ કરવી જ પડશે". કાયદા મુજબ મહિલા માટે નાઈટ શિફ્ટ ફરજિયાત નથી અને તેની સંમતિ જરૂરી છે, પરંતુ અહીં સંમતિ નહીં દબાણ ચાલે છે. વિરોધ કરનારી મહિલાને કહેવામાં આવે છે - "કામ કરવું હોય તો કરો, નહીંતર ઘરે બેસો". ગરીબ પરિવારની મહિલા બે છેડા ભેગા કરવા મજબૂરીમાં રાત્રે કામે જાય છે. ફરિયાદ કરવા કોઈ તૈયાર નથી, કારણ કે ફરિયાદ કરે તો બીજા દિવસે ગેટ બંધ. પરિવાર પર અસર કાયદો શું કહે છે ?
    Click here to Read More
    Previous Article
    દર્શન કરી ગણેશ મંડળોની લાગણીને વાચા આપી‎:વલસાડ સાંસદે સ્કૂટર ઉપર ગણેશ પંડાલોની મુલાકાત લીધી
    Next Article
    વર્ચ્યુઅલ ઓટિઝમથી છીનવાયું બાળપણ:બાળકો મોબાઈલમાં ખોવાયાં, સિસ્ટમ આંકડા શોધવામાં અટવાઈ; ગુજરાત સહિત 7 રાજ્યોમાંથી ગ્રાઉન્ડ રિયાલિટી રિપોર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment