Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:‘અલ્ઝાઇમરનો દર્દી નવી વાતો ભૂલી જાય, તેઓ એક જ સવાલ વારંવાર પૂછે ત્યારે દલીલ ન કરવી, ધીરજતાથી સાંભળવું જોઈએ’

    9 hours ago

    ઉંમર વધવાની સાથે અલ્ઝાઈમરનું પ્રમાણ પણ વધે છે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આશરે 10 ટકા અને 80 વર્ષથી વધુ ઉંમરે આ પ્રમાણ લગભગ 25 ટકા સુધી જોવા મળે છે તેમ બી. જે. મેડિકલ કોલેજનાં ડીન અને સિવિલ હોસ્પિટલના સાઇકિયાટ્રી વિભાગનાં વડાં ડો. મિનાક્ષી પરીખ જણાવે છે. જોકે આ રોગમાં મેડિકલ ટ્રીટમેન્ટ કરતાં પરિવારનો સાથ સૌથી જરૂરી છે. ડોક્ટરનું માનવું છે કે, ‘અલ્ઝાઇમરનો દર્દી નવી વાતો ભૂલી જાય, તેઓ એક જ સવાલ વારંવાર પૂછે ત્યારે દલીલ નહીં, ધીરજતાથી સંભાળવી જોઈએ. એટલે જ દર્દીનાં સગાંનું પણ કાઉન્સેલિંગ કરાય છે. આ રોગ યાદશક્તિ જ છીનવતો નથી, પણ પરિવારની દૈનિક જિંદગીને પણ અસર કરે છે. અલ્ઝાઈમરનું જોખમ ઘટાડવા શું કરવું? વધતી ઉંમર સાથે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ઊંચું કોલેસ્ટ્રોલ, ઓબેસિટી, શારીરિક નિષ્ક્રિયતા, ધૂમ્રપાન, ડિપ્રેશન, ઓછું સાંભળવું અને સામાજિક એકલતા જોખમ વધારી શકે છે. દર્દીના રૂમમાં પૂરતું અજવાળું, મોટી ઘડિયાળ-કેલેન્ડર રાખવા તથા દવા, ખોરાક, ઊંઘ અને દૈનિક પ્રવૃત્તિની નિયમિત રૂટિન જાળવવી જરૂરી છે. રાજ્યમાં 60થી વધુ વયના દર 100માંથી 6થી 7 લોકોને ડિમેન્શિયા, અલ્ઝાઇમર લોન્ગિટુડિનલ એજિંગ સ્ટડી (LASI)ના અભ્યાસમાં 45 વર્ષથી વધુ ઉંમરના 72 હજારથી વધુ લોકોનો સેમ્પલ સરવે કરાયો હતો, જેમાંથી 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 4 હજાર લોકોનું સબ-સેમ્પલ સરવેમાં દર્દીની યાદશક્તિ અને મગજની વિચારશક્તિ અને સમજશક્તિના ટેસ્ટ ઉપરાંત તેમના પરિવારના સભ્યની મુલાકાત લેવાઇ હતી. અભ્યાસ મુજબ રાજ્યમાં 60 વર્ષથી વધુ વયના દર 100માંથી અંદાજે 6થી 7 લોકો (6.47 ટકા) ડિમેન્શિયા અને અલઝાઇમર્સ જેવી યાદશક્તિ તથા વિચારશક્તિને અસર કરતી બીમારીથી પીડાઈ રહ્યા છે. ગુજરાતના વિશ્લેષણમાં 5,836 લોકોનો સરવે કરાયો હતો. સરવે દરમિયાન દર્દીની યાદશક્તિ, મગજની વિચારશક્તિ અને સમજશક્તિના વિવિધ ટેસ્ટ લેવાયા હતા. હવે બ્લડ ટેસ્ટથી પણ અલ્ઝાઇમરની ઓળખ શક્ય એપોલોનાં સિનિયર ન્યુરોલોજિસ્ટ ડો. સુચેતા મુદગેરીકર જણાવે છે કે, હાલ લગભગ દરેક ન્યુરો ઓપીડીમાં અલ્ઝાઈમર અથવા ડિમેન્શિયાના 1થી 2 દર્દી જોવા મળે છે. જોકે દરેક ભૂલકણાપણું અલ્ઝાઈમર નથી. વિટામિન B-12ની ખામી, થાઇરોઇડની સમસ્યા અને વધુ પડતા સ્ટ્રેસથી ‘સૂડો-ડિમેન્શિયા’ થઈ શકે છે, જેમાં યોગ્ય સારવારથી સુધારો શક્ય છે. હવે અલ્ઝાઈમરની ઓળખ માટે બ્લડ બાયોમાર્કર, CSF ટેસ્ટ પણ છે.
    Click here to Read More
    Previous Article
    મેમ્કોમાં 16 વર્ષ જૂનું સંકુલ, વસ્ત્રાલમાં 4 માસમાં 4652 સભ્ય:મ્યુનિ. સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 1500 સભ્ય, પીપીપી મોડલ છે ત્યાં 3 ગણાથી વધુ
    Next Article
    IVF પહેલાં પુરુષોનો પણ ટેસ્ટ જરૂરી:દર 8માંથી 1 પુરુષમાં શુક્રાણુ બનવાની પ્રક્રિયામાં ખામી મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment