Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેમ્કોમાં 16 વર્ષ જૂનું સંકુલ, વસ્ત્રાલમાં 4 માસમાં 4652 સભ્ય:મ્યુનિ. સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 1500 સભ્ય, પીપીપી મોડલ છે ત્યાં 3 ગણાથી વધુ

    8 hours ago

    મ્યુનિ. દ્વારા પીપીપી મોડલ હેઠળ સોફ્ટ ટેનિસ એસો. ઓફ ગુજરાત (STAG)ને સોંપાયેલા વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં માત્ર 4 મહિનામાં 4642 મેમ્બર જોડાયા છે. બીજી તરફ 10 વર્ષથી વધુ સમયથી મેમ્કોમાં મ્યુનિ. સંચાલિત વીર સાવરકર કોમ્પલેક્સમાં 21 રમત છતાં માત્ર 1500 જેટલા મેમ્બર છે. આમ વસ્ત્રાલમાં રમતો ઓછી હોવા છતાં 4 માસમાં મેમ્કો કરતાં 3 ગણાથી વધુ સભ્યો નોંધાયા છે. રૂ. 61.67 કરોડના ખર્ચે બનેલા વસ્ત્રાલ કોમ્પલેક્સમાં સ્થાનિકોની જરૂરિયાત મુજબ સુવિધા બદલાઈ છે. શરૂઆતમાં મ્યુનિ.એ ઇન્ડોર બાસ્કેટ બોલ કોર્ટ આપ્યો હતો, પરંતુ પ્રતિસાદ ન મળતાં એજન્સીએ તેને હટાવી 6 બેડમિન્ટન કોર્ટ બનાવ્યા. આજે 714 મેમ્બર સાથે બેડમિન્ટન સૌથી વધુ રમાય છે. વસ્ત્રાલમાં 8 રમત માટે 22 કોચ, મેમ્કોમાં 21 રમત સામે 10ના જ કોચ ઉપલબ્ધ છે વસ્ત્રાલમાં ઉપલબ્ધ તમામ 8 રમતો માટે કુલ 22 કોચ છે, જ્યારે મેમ્કોમાં 21 રમતની સુવિધા સામે માત્ર 10 રમતોમાં જ કોચિંગ ઉપલબ્ધ છે. વસ્ત્રાલમાં દરેક ઉપલબ્ધ રમત માટે ઓછામાં ઓછો એક કોચ રાખવામાં આવ્યો છે, જ્યારે મેમ્કોમાં 11 રમતો માટે કોચિંગની સુવિધા ઉપલબ્ધ નથી. વસ્ત્રાલમાં ક્રિકેટ કોચિંગ પણ શરૂ વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં 7 સપ્ટેમ્બરથી ક્રિકેટ કોચિંગ શરૂ કરાયું છે, જેમાં 30થી વધુ ખેલાડીઓ જોડાઈ ચૂક્યા છે. કોમ્પલેક્સમાં રમતગમત ઉપરાંત લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ છે, જ્યાં 350થી વધુ વાચકો નિયમિત મુલાકાત લે છે. સ્વિમિંગમાં 556, જિમમાં 551, ટેનિસમાં 307, ફૂટબોલમાં 195, ટેક્વોન્ડોમાં 191 મેમ્બર જોડાયા છે.
    Click here to Read More
    Previous Article
    દરેક વોર્ડમાં ફૂટપાથ રિપેરિંગનો વાર્ષિક ખર્ચ 8 લાખ:કર્ણાવતી પાસે 3 માસમાં જ ફૂટપાથ તૂટતાં ફરી બનાવાયો
    Next Article
    સિટી એન્કર:‘અલ્ઝાઇમરનો દર્દી નવી વાતો ભૂલી જાય, તેઓ એક જ સવાલ વારંવાર પૂછે ત્યારે દલીલ ન કરવી, ધીરજતાથી સાંભળવું જોઈએ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment