Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IVF પહેલાં પુરુષોનો પણ ટેસ્ટ જરૂરી:દર 8માંથી 1 પુરુષમાં શુક્રાણુ બનવાની પ્રક્રિયામાં ખામી મળી

    9 hours ago

    પુરુષમાં શુક્રાણુની સંખ્યા, ગતિ, રચના ઉપરાંત જિનેટિક ખામી પણ સંતાનપ્રાપ્તિમાં મોટો અવરોધ બની શકે. કિડની હોસ્પિટલ (આઈકેડીઆરસી)ના એન્ડ્રોલોજી અને રિપ્રોડક્ટિવ જિનેટિક્સ ક્લિનિકમાં 2 વર્ષમાં વંધ્યત્વની સમસ્યા ધરાવતા 242 પુરુષની તપાસ કરાઈ હતી જેમાં 32 પુરુષમાં વાય-ક્રોમોઝોમના AZF વિસ્તારમાં માઇક્રોડિલેશન મળી આવ્યું હતું. એટલે કે લગભગ દર 8માંથી 1 પુરુષમાં શુક્રાણુ બનવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી જિનેટિક ખામી હતી. પુરુષોમાં વંધ્યત્વ વધવા પાછળ એક જ કારણ નથી. દારૂ, ધૂમ્રપાન કરનારામાં શુક્રાણુઓની સંખ્યા ઓછી થવાની શક્યતા 29 ટકા વધુ મળી હતી. 80 પુરુષમાં શુક્રાણુની ગેરહાજરી, 44માં સંખ્યા ઓછી 107 પુરુષ: શુક્રાણુની સંખ્યા, ગતિ અને રચનામાં ખામી મળી. 80 પુરુષ: શુક્રાણુઓની હાજરી જ નહોતી. 54 પુરુષ: કોઈ ને કોઈ જિનેટિક એબનોર્મલિટી ધરાવતા હતા. 44 પુરુષ: શુક્રાણુની સંખ્યા અત્યંત ઓછી હતી. 32 પુરુષ: વાય-ક્રોમોઝોમ (શુક્રાણુ બનાવતો ચોક્કસ અતિસૂક્ષ્મ ભાગ) જન્મથી જ નહોતો. એટલે કે વાય ક્રોમોઝોમ માઇક્રોડિલેશન IVF કે પ્રજનન સારવાર પહેલાં પુરુષોની તપાસ કેમ જરૂરી? શહેરી મહિલાઓનો ફર્ટિલિટી રેટ 12 વર્ષમાં 2.3થી ઘટી 1.5 સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS)ના ડેટા મુજબ રાજ્યમાં મહિલાઓનો કુલ ફર્ટિલિટી રેટ વર્ષ 2014 માં 2.3 હતો, જે ઘટીને હાલમાં સરેરાશ 1.7 પર આવી ગયો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ દર ઘટીને 1.5 થયો છે. વસતી સ્થિર રાખવા માટે જરૂરી 2.1ના રિપ્લેસમેન્ટ લેવલ કરતાં આ આંક ઘણો નીચો છે. IVFની જરૂર કેમ વધુ પડી રહી છે?
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:‘અલ્ઝાઇમરનો દર્દી નવી વાતો ભૂલી જાય, તેઓ એક જ સવાલ વારંવાર પૂછે ત્યારે દલીલ ન કરવી, ધીરજતાથી સાંભળવું જોઈએ’
    Next Article
    અમદાવાદ -બોટાદ જિલ્લાના 8 તાલુકામાં મેઘરાજાની સેન્ચ્યુરી:100 કિમીમાં આવેલા 3 તાલુકા વચ્ચે વરસાદનું અંતર ધોળકા-ધંધુકામાં 40 ઇંચ... તો ધોલેરામાં માત્ર 17 ઇંચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment