Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ -બોટાદ જિલ્લાના 8 તાલુકામાં મેઘરાજાની સેન્ચ્યુરી:100 કિમીમાં આવેલા 3 તાલુકા વચ્ચે વરસાદનું અંતર ધોળકા-ધંધુકામાં 40 ઇંચ... તો ધોલેરામાં માત્ર 17 ઇંચ

    10 hours ago

    અમદાવાદ-બોટાદ જિલ્લાના 8 તાલુકામાં મેઘરાજાએ સેન્ચ્યૂરી ફટકારી દીધી છે. દસ્ક્રોઇ, ધોળકા, ધંધુકા અને વિરમગામમાં સરેરાશ કરતાં 24થી 39 ટકા વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ ધ્યાન આ વર્ષે ધોળકા, ધંધુકા અને ધોલેરાના આંકડાએ ખેચ્યું છે. 100 કિમીના અંતરમાં આવેલા ત્રણ તાલુકા પૈકી 2માં 100 ટકા વરસાદ તો ધોલેરામાં માત્ર 61 ટકા વરસાદ જ પડ્યો છે. અમદાવાદ જિલ્લામાં સરેરાશ 734.4 મીમી અને બોટાદ જિલ્લામાં 518 મીમી વરસાદ પડ્યો છે. ચાલુ ચોમાસામાં ભાલ પ્રદેશના પડોશી તાલુકાઓ વચ્ચે વરસાદમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો છે. ધોળકા અને ધંધુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે પડોશી તાલુકા ધોલેરામાં મૌસમનો માત્ર 61% (17 ઈંચ) વરસાદ જ નોંધાયો છે. વાર્ષિક સરેરાશ 700 મીમીની આસપાસ વરસાદ ધરાવતાં તાલુકામાં આ વર્ષે ઓછા વરસાદથી ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયેલા છે. વર્ષ 2021 અને 2022માં 447 મીમી અને 585 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ 2025માં 732 મીમી, એટલે કે 105.48% દર્શાવવામાં આવ્યો છે. આ વર્ષે મોટાભાગની વરસાદી સિસ્ટમો ઉત્તર-પશ્ચિમ તરફ ફંટાઈ આ વર્ષે દક્ષિણ-મધ્ય ગુજરાતમાંથી પસાર થયેલી મોટાભાગની વરસાદી સિસ્ટમો ઉત્તર-પશ્ચિમ તરફ ફંટાઈ હતી. આ ટ્રેકિંગને કારણે વાદળોનો મુખ્ય પટ્ટો ધોળકા, દસક્રોઈ અને વિરમગામ તરફ વધુ સક્રિય રહ્યો છે. દક્ષિણમાં દરિયાકાંઠે આવેલા ધોલેરા વાદળોની મુખ્ય ધરીથી થોડું બહાર રહી ગયું હોવાનું અને દરિયાઈ ભેજવાળા પવનો સ્પીડમાં જમીન પર આવે છે. પરંતુ વરસાદ આપતા વાદળો દરિયાકાંઠાથી થોડા અંદરના ભાગે જઈને ઘનીભૂત થઈ વરસે છે. જેના લીધે આસપાસના બે તાલુકામાં સારી એવી મેઘમહેર થઇ છે.
    Click here to Read More
    Previous Article
    IVF પહેલાં પુરુષોનો પણ ટેસ્ટ જરૂરી:દર 8માંથી 1 પુરુષમાં શુક્રાણુ બનવાની પ્રક્રિયામાં ખામી મળી
    Next Article
    મોરબીથી સુરત જઈ રહેલી ખાનગી બસમાં મોડી રાતે બનેલો બનાવ:વાઘોડિયા ચોકડી પાસે લક્ઝરી બસના પૈડામાંથી ધુમાડા નીકળતાં ફફડાટ, 32 મુસાફરોનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment