Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીથી સુરત જઈ રહેલી ખાનગી બસમાં મોડી રાતે બનેલો બનાવ:વાઘોડિયા ચોકડી પાસે લક્ઝરી બસના પૈડામાંથી ધુમાડા નીકળતાં ફફડાટ, 32 મુસાફરોનો બચાવ

    11 hours ago

    મોરબીથી શનિવારે મોડી રાત્રે સુરત જતી લક્ઝરી બસના ટાયરમાંથી ધુમાડા નીકળવા સાથે વાસ આવતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ફાયરબ્રિગેડને જાણ કરાતાં ટીમે આવી ટાયર પર પાણીનો મારો કર્યો હતો. મોરબીથી શનિવારે સાંજે 6 વાગ્યે મુસાફરો બેસાડી લક્ઝરી બસ સુરત માટે નીકળી હતી. બસ શનિવારે રાત્રે 2 વાગ્યાના સુમારે વાઘોડિયા ચોકડી પાસેથી પસાર થતી હતી ત્યારે અચાનક નીચેના ભાગમાંથી ધુમાડા નીકળવા માંડ્યા હતા. એ અગાઉ બસમાં વાસ આવતાં મુસાફરોમાં પણ ગભરાટ ફેલાયો હતો. ચાલકે સમયસૂચકતા દાખવી બસ ઊભી રાખી હતી. બસ ઊભી રાખી ત્યારે પણ ટાયરમાંથી ધુમાડા નીકળતાં મુસાફરો ઊતરવા માંડ્યા હતા. ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાઇ હતી. જેથી કોલ ઈઆરસી ફાયર સ્ટેશન પર ટ્રાન્સફર થયો હતો. જેથી આ ફાયર સ્ટેશનની ટીમ 8 મિનિટમાં સ્થળે પહોંચી ટાયર પર પાણીનો મારો ચલાવ્યો હતો. કૂલિંગ ઓપરેશન 15 મિનિટ ચાલ્યું હતું. લકઝરી બસના ચાલક વિનોદભાઇએ કહ્યું કે, બસમાં 32 મુસાફરો બસમાં હતા. ઘટનાની જાણ કંપની માલિકને કરીને બીજી બસ મગાવી લીધી હતી. જેમાં મુસાફરોને રવાના કરાયા હતા. બ્રેક લાઇનર જામ થતાં ઘટના બની હોવાની શક્યતા લાંબા અંતરની મુસાફરી દરમિયાન બ્રેક શૂઝ કે લાઇનર ચોંટી જવાથી ઘર્ષણ થાય છે, જેનાથી ટાયર અને ડ્રમ અત્યંત ગરમ થઈ ધુમાડો કે આગ પકડે છે. આ કિસ્સામાં આ બન્યું હશે. ઉપરાંત ટાયરમાં હવા ઓછી હોવાથી તેની સાઇડ વોલ વધુ પડતી ફ્લેક્સ થાય છે અને રોડ સાથેના ઘર્ષણથી તાપમાન ભયજનક સ્તરે વધી જાય છે. જોકે ચાલકે આ અંગે કોઇ ફોડ પાડ્યો ન હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ -બોટાદ જિલ્લાના 8 તાલુકામાં મેઘરાજાની સેન્ચ્યુરી:100 કિમીમાં આવેલા 3 તાલુકા વચ્ચે વરસાદનું અંતર ધોળકા-ધંધુકામાં 40 ઇંચ... તો ધોલેરામાં માત્ર 17 ઇંચ
    Next Article
    એંધાણ:3 વર્ષથી ચક્કરે ચઢેલી ગરબા સ્પર્ધાનો ઢોલ ધમધમશે! તારીખ-ખર્ચ સહિત વિગતો સાથે નવી દરખાસ્ત મૂકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment