Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંગલ યુઝ પ્લાસ્ટિક અને દબાણ સામે પાલિકાની ડ્રાઈવ:પાટણમાં 3 દરવાજાથી બગવાડા સુધી‎ રોડ પર મૂકેલો સામાન હવે જપ્ત થશે‎

    8 hours ago

    પાટણ શહેરમાં સ્વચ્છતા જાળવવા અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા દબાણકારો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ સામે લાલ આંખ કરીને આકરી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરથી વિશેષ રીતે નિમાયેલા સ્વચ્છતા માર્શલ નાગજીભાઈ દેસાઈ, આરસીએમ વી.એન. પટેલની સીધી દેખરેખ હેઠળ દરરોજ કાર્યવાહી કરી રહ્યા છે. જોકે, માત્ર દંડ ભર્યા પછી પણ દબાણકારો ફરીથી રોડ પર સામાન ગોઠવી દેતા હોવાનું ધ્યાન પર આવતાં, હવે તંત્ર દ્વારા દંડની સાથે સીધી જપ્તીની કાર્યવાહી હાથ ધરવાનો આકરો નિર્ણય લેવાયો છે. પાટણ શહેરમાં સ્વચ્છતા માર્શલ નાગજીભાઈ દેસાઈની સંયુક્ત આગેવાની હેઠળ ચાલી રહેલી આ કામગીરીમાં દરરોજ સરેરાશ રૂ. 5 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. રોડ પર ગંદકી ફેલાવતા, કચરાપેટી ન રાખતા અને દબાણ કરતા 200 જેટલા શાકભાજી વિક્રેતાઓ તથા દુકાનદારો પાસેથી રૂ. 100, રૂ. 200 અને રૂ. 500 લેખે અત્યાર સુધીમાં કુલ રૂ. 30,000 નો દંડ વસૂલ કરાતાં નિયમભંગ કરનારાઓમાં ભારે કંપારી છૂટી ગઈ છે. બગવાડા માર્ગ પર વિશેષ ડ્રાઈવ આગામી દિવસોમાં પાટણ સિટીના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહારમાં અડચણરૂપ બનતાં તમામ દબાણોને સપાટાભેર દૂર કરવામાં આવશે. આ માટે પાલિકાની ટીમને સાથે રાખીને ત્રણ દરવાજાથી હિંગળા ચાચર થઈ બગવાડા સુધીના મુખ્ય માર્ગ પર વિશેષ ડ્રાઈવનું આયોજન કરાયું છે. આ કામગીરી દરમિયાન દુકાનદારો દ્વારા રસ્તા પર મૂકવામાં આવતા લોખંડના સ્ટેન્ડ, આડાશ કે અન્ય સામાનને હટાવવાની કોઈ સૂચના આપ્યા વિના સીધો જપ્ત કરીને પાલિકાના ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવશે.તેવું સ્વચ્છતા માર્શલ નાગજીભાઈ દેસાઈ જણાવ્યું હતું. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે દંડ દબાણો દૂર કરવાની સાથે શહેરના લારી-ગલ્લા ધારકો, ઠંડા પીણાં અને આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની સ્ટ્રો, ચમચી વગેરેના બદલે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો વાપરવા કડક સૂચના આપવામાં આવી છે. સરકારના નિયમ મુજબ 120 માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરનારાઓ સામે પણ નિયમિત તપાસ હાથ ધરી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તેવું સ્વચ્છતા માર્શલ નાગજીભાઈ દેસાઈ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સિસ્ટમ અપગ્રેડેશનના નામે કામગીરી ખોરવાઈ:પાલિકામાં ઈ-નગર પોર્ટલ ઠપ સેવા‎ શરૂ નહીં થતાં અરજદારોના ધક્કા‎
    Next Article
    એસ.ટી. વિભાગની સલાહકાર સમિતિની 6 મહિનાથી બેઠક જ ન મળી:પાટણ-રૂવાવી અને પાટણ-સોની રાત્રી રોકાણ બસ 5 મહિનાથી બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment