Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહપુરઃ ગંદકી, દબાણો અને પીવાનું દૂષિત પાણી...:સૌથી મોટી અને દરરોજની સમસ્યા

    7 hours ago

    શાહપુર વોર્ડમાં સ્વચ્છતાની સાથે પીવાના પાણી દૂષિત, ઓછા પ્રેસરથી આવવાની ફરિયાદો છે. પાણીની લાઇનો પણ વર્ષો જૂની હોવાની સાથે ઇક્વિમેન્ટ પણ જૂના હોવાથી પીવાના પાણી પૂરતા પ્રેસરથી ન આવતાં હોવાની સાથે અન્ય વોર્ડની સરખામણીએ પણ પાણી ઓછું અપાતું હોવાની પણ ફરિયાદો લોકોની છે. ઘણી જગ્યાઓ પર ડ્રેનેજની સમસ્યા છે. દિલ્હી દરવાજાથી દધીચિ બ્રિજ સુધીના માર્ગ પર વરસાદી પાણી ભરાય છે, દિવસ હોય કે રાત વોર્ડની વિવિધ સોસાયટી ચાલી, પોળો બહાર જ કચરાના ઢગલાંથી ગંદકી ફેલાઇ રહી છે. RCC રોડની કામગીરી પણ ઘણી મંથરગતિએ થવાની ફરિયાદ છે. રિવરફ્રન્ટથી સુતરિયા, કલ્યાણ ગ્રામ જતા રોડ પર દબાણો, સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વર્ષોથી ખોરંભે પડ્યો છે. મુસાફરો રસ્તે ઊભા રહેવા મજબૂર બન્યા પીવાના પાણીની નવી લાઇનોની કામગીરી ચાલુ છે ચાલી અને પોળોમાં નવી પાણીની લાઇનોની કામગીરી કરાઈ રહી છે. પાણીની સમસ્યા ઉકેલાશે. ફોગિંગની કામગીરી કરાઈ રહી છે. સ્વચ્છતા જળવાય તે માટે સૂચન કરાશે, જાહેરમાં કોઈ કચરો નાખશે તો દંડનીય કાર્યવાહી પણ કરાશે. > રમ્ય ભટ્ટ, ડે. મ્યુનિ કમિશનર, મધ્ય ઝોન પીવાનું પાણી ડહોળું આવે છે અંજના પાર્કમાં પીવાનું પાણી ડહોળું આવવાની ફરિયાદો ઉઠી છે. કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીની પણ ફરિયાદો છાસવારે જોવા મળે છે. શાહપુર ચાર રસ્તા, દુધેશ્વર, સહિતની જગ્યાઓ પર ટ્રાફિકની સમસ્યા ઘણી વધી છે. વરસાદમાં રસ્તા પર પાણી ભરાય છે. > મિલન શાહ રામ લાલના ખાડામાં પીવાનું પાણી ગંદું આવવાની સમસ્યા છે. વારંવાર પથ્થર પેવિંગના કામ કરવા પડે છે. ફોગિંગ વધારવું જોઈએ. > નિયાઝ ચૌહાણ હેરિટેજની વાતો થાય છે જાળવણી કરાતી નથી. દવાખાનામાં પણ ડૉક્ટરો ક્યારે હોતા નથી. અર્બન સેન્ટર પણ જર્જરિત થયું છે. > સુધીર બુંદેલા RCCના રોડની કામગીરી ઘણી મંથરગતિએ થઈ રહી છે. સરદાર કુંજમાં 6 મહિનાથી અધૂરું કામ પડ્યું છે. નવા રોડ પણ લેવલથી નથી.> રિઝવાન આંબલિયા સુતરિયા સોસાયટીમાં છેલ્લાં 6 મહિનાથી પીવાનું પાણી યોગ્ય પ્રેસરથી આવતું ન હોવાને પગલે ઘણી મુશ્કેલી પડી રહી છે. > મંજુલાબેન પરમાર અહેમદ હુસૈનની ચાલી બહાર ખોદકામ બાદ પુરાણ ન કરતાં અકસ્માતના કિસ્સા વધ્યા છે. નવા રોડ બનાવી ખોદકામ કરાય છે.> સલમાન મુલતાની ગલાજીની ચાલીમાં પીવાનું પાણી દૂષિત આવવાની સમસ્યા છાસવારે જોવા મળે છે. વરસાદમાં ગલી નંબર 3 બહાર પાણી ભરાય છે. > પવન શર્મા છેલ્લા 3 દિવસથી અંજના પાર્ક સહિત આસપાસની સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે. રસ્તા પર કચરો નખાય છે. > શ્રવણભાઈ ચૌહાણ
    Click here to Read More
    Previous Article
    પતિનું ₹30 હજારનું દેવું પત્નીએ ચૂકવ્યું:બાદમાં મોબાઇલ ચેક કરતાં ખબર પડી લેણદાર તો ગર્લફ્રેન્ડ છે!અભયમે મામલો થાળો પાડ્યો
    Next Article
    દરેક વોર્ડમાં ફૂટપાથ રિપેરિંગનો વાર્ષિક ખર્ચ 8 લાખ:કર્ણાવતી પાસે 3 માસમાં જ ફૂટપાથ તૂટતાં ફરી બનાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment