Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિનું ₹30 હજારનું દેવું પત્નીએ ચૂકવ્યું:બાદમાં મોબાઇલ ચેક કરતાં ખબર પડી લેણદાર તો ગર્લફ્રેન્ડ છે!અભયમે મામલો થાળો પાડ્યો

    7 hours ago

    હરણી વિસ્તારમાં રહેતી પરિણીતાના પતિને 30 હજારનું દેવું થઈ જતાં તેણે ભાઈ પાસેથી રૂપિયા લઈ પતિનું દેવું ચૂકવ્યું હતું. જોકે થોડા સમય બાદ જાણ થઈ હતી કે, જેની પાસેથી પતિએ દેવું કર્યું હતું તે મહિલા પતિની ગર્લફ્રેન્ડ છે. જેથી પરિણીતાએ અભયમને બોલાવીને પતિને પાઠ ભણાવ્યો હતો. પતિએ પત્નીની માફી માગતાં મામલો થાળે પાડ્યો હતો. હરણી વિસ્તારમાં રહેતી પરિણીતાએ અભયમને ફોન કરીને કહ્યું કે, મારાં લગ્નને 8 વર્ષ થયાં છે અને અમારે 2 દીકરી છે. મારા પતિ ટેક્સી કંપનીમાં ડ્રાઈવર છે. 4 મહિના પહેલાં તેઓ મુંબઈની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. તે મુંબઈથી વડોદરા અપડાઉન કરે છે અને મારા પતિની જ કેબ બુક કરાવતી હતી. આ વાતની મને જાણ થઈ હતી, પણ મેં વાતને અવગણી હતી. ત્યારબાદ મને જાણ થઈ કે, મારા પતિએ તે મહિલા પાસેથી 30 હજાર ઉધાર લીધા છે, જે મહિલા પાછા માગતી હતી. જેથી મેં મારા ભાઈ પાસેથી રૂપિયા લઈ તે મહિલાનું દેવું ચૂકવી દીધું હતું. જે તે સમયે મને પતિ પર શંકા ગઈ હતી, પણ મેં કંઈ કહ્યું નહોતું. એક અઠવાડિયા પહેલાં મને પતિના મોબાઈલમાંથી તે મહિલા અને મારા પતિના કેટલાક વિવાદાસ્પદ ફોટા મળી આવ્યા હતા. તે મહિલાએ મારા પતિને ફોટા શેર કર્યા હતા અને એડિટ કર્યા હતા. આ વિશે મેં પતિને પૂછતાં તેમણે ધમકી આપી કે, તારાં મા-બાપને બોલાવી લે અને જતી રહે તારા ઘરે, મારે રાખવી નથી.જેથી મારાં માતા-પિતા પણ આવી ગયાં છે. ઘટનાને પગલે અભયમની ટીમ સ્થળે પહોંચી હતી. જ્યાં કાઉન્સેલિંગ બાદ મહિલાના પતિએ સ્વીકાર્યું કે, હું મુંબઈની મહિલા સાથે વાત કરતો હતો અને એ મારી ભૂલ છે. હવે સંપર્ક રાખવા માગતો નથી. જે બાદ મામલો થાળે પડ્યો હતો. મુંબઈની મહિલા પરિણીતાના પતિને ઘરેથી નીકળી જવા દબાણ કરતી હતી મુંબઈથી વડોદરા અપડાઉન કરતી મહિલા વડોદરાની ખાનગી કંપનીમાં એચઆર તરીકે નોકરી કરતી હતી. જ્યારે તે મુંબઈથી વડોદરા આવે ત્યારે તે પરિણીતાના પતિની જ કેબ બુક કરાવતી હતી અને પરિણીતાના પતિ સાથે ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરતી હતી. મહિલા પરિણીતાના પતિને દબાણ કરતી હતી કે, તું પત્નીથી કેમ આટલો ડરે છે, એવું હોય તો ઘરેથી નીકળી જા. અભયમની ટીમે મુંબઈની મહિલાને ફોન કર્યો ત્યારે તેને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે, ડ્રાઇવર મારો માત્ર મિત્ર જ છે.
    Click here to Read More
    Previous Article
    ફોનમાં વાત કરતા યુવાનને વજનીયુ મારી દેતા ઇજા‎:સુદામા મંદિરના ગેટ પાસે યુવાન ઉપર અજાણ્યા શખ્સનો હુમલો
    Next Article
    શાહપુરઃ ગંદકી, દબાણો અને પીવાનું દૂષિત પાણી...:સૌથી મોટી અને દરરોજની સમસ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment