Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં ટ્રાફિક સિગ્નલ પરથી ઇન્વર્ટર બેટરી ચોરી કરનાર બે ઝડપાયા:સિગ્નલ પોલની પેટીનું લોક તોડતા અથવા ડુપ્લિકેટ ચાવીથી ખોલતા હતા, ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ખટોદરા પોલીસને સોંપ્યા

    13 hours ago

    સુરત શહેરમાં જાહેર રસ્તાઓ પર લાગેલા ટ્રાફિક સિગ્નલોમાંથી બેટરીઓની ચોરી કરતી એક શાતિર ટોળકીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ટ્રાફિક સિગ્નલના પોઇન્ટ પરથી ઇન્વર્ટર બેટરીઓની ઉઠાંતરી કરનારા બે આરોપીઓ રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાન્ડેને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા. એક આરોપી દુકાન ભાડે રાખીને બેટરીનો વેપાર-ધંધો ચલાવતો પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ ધોરણ-12 સુધી ભણેલા છે. મુખ્ય આરોપી રાજેશકુમાર તિવારી પાંડેસરા જી.આઈ.ડી.સી. સ્થિત કપડાંની ફેક્ટરીમાં માસ્ટર તરીકે નોકરી કરતો હતો. જ્યારે તેનો સાથીદાર લાલમણી પાન્ડે ગોડાદરા વિસ્તારમાં બીઆરટીએસ રોડ સામે ‘લક્ષ્ય બેટરી ઇન્વેટર’ નામની દુકાન ભાડે રાખીને બેટરીનો વેપાર-ધંધો ચલાવતો હતો. સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા આ શખ્સોએ ટૂંકા સમયમાં સરળતાથી પૈસા કમાવવા માટે ચોરીનો આ રસ્તો અપનાવ્યો હતો. સિગ્નલ પોલની પેટીનું લોક તોડતા અથવા ડુપ્લિકેટ ચાવીથી ખોલતા જુલાઈ-2026થી આ ચોરીઓનો સિલસિલો ચાલી રહ્યો હતો. આરોપી રાજેશકુમાર બપોરે બે થી ત્રણ વાગ્યાના સુમારે લાલમણીની એક્ટિવા લઈને નીકળતો હતો. રસ્તા પર પોતે ટ્રાફિક સિગ્નલનો ટેકનિકલ મેન્ટેનન્સ કર્મચારી હોય તેવો ડોળ રચતો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય. ત્યારબાદ તે સિગ્નલ પોલની પેટીનું લોક તોડીને અથવા ડુપ્લિકેટ ચાવી વડે ખોલી અંદરથી મોંઘી ઇન્વર્ટર બેટરીઓ કાઢી લેતો હતો. ચોરી કરેલી બેટરીઓ તે લાલમણી પાન્ડેને માત્ર ₹1,000 જેવી નજીવી કિંમતે વેચી દેતો હતો અને લાલમણી તે બેટરીઓને ભંગારમાં વેચી નફો કમાતો હતો. આરોપીઓએ 155 બેટરી ચોરી કર્યાંની કબૂલાત આરોપીઓએ ઉધના, વેસુ, વરાછા, પાંડેસરા, ગોડાદરા સહિત શહેરના 16 પોલીસ મથક વિસ્તારોમાં ૫૫ પોઈન્ટ પરથી કુલ 155 બેટરીઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી 6 નંગ બેટરી, પેટી ખોલવાની ચાવી, એક્ટિવા મોપેડ અને બે મોબાઈલ સહિત કુલ ₹1,48,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ બંને આરોપીઓને વધુ તપાસ અર્થે ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના લોખીલ પરિવારને KBC ના સેટ પર ઓડિયન્સ બનવાનો અવસર:બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને રૂબરૂ મળ્યા, 27 ઓગસ્ટે એપિસોડ પ્રસારિત થયો
    Next Article
    મોરબીના ચિત્રકારના 50 વોટર કલર પેઇન્ટિંગ્સનું રાજકોટમાં પ્રદર્શન:ગુજરાત લલિતકલા અકાદમી પ્રાયોજિત 'ઇકોસ ઓફ અર્થ' પ્રદર્શન 25 થી 27 સપ્ટેમ્બર સુધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment