Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના લોખીલ પરિવારને KBC ના સેટ પર ઓડિયન્સ બનવાનો અવસર:બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને રૂબરૂ મળ્યા, 27 ઓગસ્ટે એપિસોડ પ્રસારિત થયો

    13 hours ago

    લોકપ્રિય ટેલિવિઝન ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC) ના સેટ પર હાજર રહેવું એ ઘણા લોકોનું સપનું હોય છે. ત્યારે મોરબીના વિપુલભાઈ લોખીલ અને તેમના પરિવારને KBC ના સેટ પર ઓડિયન્સ તરીકે ઉપસ્થિત રહેવાનો અને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને રૂબરૂ મળવાનો એક અનોખો અવસર મળ્યો. KBC ની ઓડિયન્સ માટે પસંદગી થયા બાદ વિપુલભાઈ લોખીલ પોતાના પરિવાર સાથે મુંબઈ ખાતે KBC ના સેટ પર પહોંચ્યા. તેમની સાથે તેમના પત્ની સોનલબેન લોખીલ, પુત્ર જયરાજ લોખીલ અને પુત્રી પ્રિયા લોખીલ પણ આ ખાસ પળના સાક્ષી બન્યા. આ મુલાકાત દરમિયાન પરિવારને KBC ના હોસ્ટ અમિતાભ બચ્ચનને રૂબરૂ મળવાનો અને તેમની સાથે યાદગાર પળો માણવાનો મોકો મળ્યો. સમગ્ર પરિવાર માટે KBC ના સેટ પર શૂટિંગનો જીવંત અનુભવ અને અમિતાભ બચ્ચન સાથેની રૂબરૂ મુલાકાત ખૂબ રોમાંચક અને યાદગાર બની રહી. આ ખાસ ક્ષણો ધરાવતો એપિસોડ ગત 27 ઓગસ્ટના રોજ Sony Entertainment Television પર પ્રસારિત થયો હતો. ત્યારબાદ KBC ટીમ દ્વારા પરિવારની KBC ના સેટ પરની તમામ યાદગાર તસવીરો તેમની રજીસ્ટ્રેશન લિંક પર રિલીઝ કરાઈ છે, જે આ પરિવાર માટે KBC સાથે જોડાયેલી સુંદર યાદોને કાયમી બનાવશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના ઈતિહાસમાં પ્રથમવાર:ગણેશ વિસર્જન યાત્રામાં શ્રીજીને પોલીસનું ગાર્ડ ઓફ ઓનર, હજારો ભક્તોમાં ભાવુકતા સાથે ગૌરવની લાગણી
    Next Article
    શહેરમાં ટ્રાફિક સિગ્નલ પરથી ઇન્વર્ટર બેટરી ચોરી કરનાર બે ઝડપાયા:સિગ્નલ પોલની પેટીનું લોક તોડતા અથવા ડુપ્લિકેટ ચાવીથી ખોલતા હતા, ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ખટોદરા પોલીસને સોંપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment