Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના ઈતિહાસમાં પ્રથમવાર:ગણેશ વિસર્જન યાત્રામાં શ્રીજીને પોલીસનું ગાર્ડ ઓફ ઓનર, હજારો ભક્તોમાં ભાવુકતા સાથે ગૌરવની લાગણી

    12 hours ago

    ગોધરામાં ગણેશ વિસર્જન યાત્રા આ વર્ષે વિશેષ બની રહી હતી. જિલ્લા પોલીસ દ્વારા પહેલીવાર વિસર્જન પહેલાં ભગવાન શ્રીજીને વિધિવત્ ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ દૃશ્ય નિહાળીને યાત્રામાં જોડાયેલા હજારો ભક્તોમાં ભાવુકતા અને ગૌરવની લાગણી જોવા મળી હતી. ભારે ઉત્સાહ, આસ્થા અને ચુસ્ત સુરક્ષા વચ્ચે સમગ્ર વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. 80થી વધુ ગણેશ મંડળો શોભાયાત્રામાં જોડાયા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોધરામાં કોમી એકતા અને સદ્ભાવનાના વાતાવરણ વચ્ચે ભગવાન શ્રીજીની ભવ્ય વિસર્જન શોભાયાત્રા યોજાઈ હતી. શહેરના 80થી વધુ ગણેશ મંડળો પોતાના આકર્ષક ગણેશજીના શ્રીવિગ્રહ સાથે યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. વિવિધ મંડળોના શ્રીજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. રામસાગર તળાવ નજીક પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર ગણેશજીની વિસર્જન યાત્રા રામસાગર તળાવ નજીક પહોંચી ત્યારે ત્યાં ફરજ પર તૈનાત પોલીસ જવાનોએ વિસર્જન પહેલાં ભગવાન શ્રીજીને વિધિવત્ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. પોલીસ દ્વારા શ્રીજીને આપવામાં આવેલા આ સન્માનને પગલે સમગ્ર સ્થળ પર ભક્તિપૂર્ણ અને ભાવુક વાતાવરણ સર્જાયું હતું. ગોધરાના ઈતિહાસમાં પ્રથમવાર બન્યું દૃશ્ય ગોધરાના ઈતિહાસમાં પહેલીવાર પોલીસ તંત્ર દ્વારા ગણેશજીને આ રીતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતાં યાત્રામાં ઉપસ્થિત હજારો ભક્તોમાં ભાવુકતા અને ગૌરવની લાગણી પ્રસરી હતી. પોલીસ જવાનો દ્વારા શ્રીજીને અપાયેલા સન્માનના આ દૃશ્યો યાત્રા દરમિયાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર આયોજન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી અને વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:ગાજવીજ સાથે એક ઈંચ વરસાદથી શહેરના રસ્તા પાણી-પાણી, ગોંડલમાં સાડા ત્રણ ઇંચ સાથે જળબંબાકાર
    Next Article
    મોરબીના લોખીલ પરિવારને KBC ના સેટ પર ઓડિયન્સ બનવાનો અવસર:બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને રૂબરૂ મળ્યા, 27 ઓગસ્ટે એપિસોડ પ્રસારિત થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment