Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:ગાજવીજ સાથે એક ઈંચ વરસાદથી શહેરના રસ્તા પાણી-પાણી, ગોંડલમાં સાડા ત્રણ ઇંચ સાથે જળબંબાકાર

    13 hours ago

    આજે 20 સપ્ટેમ્બરે બપોર બાદ રાજકોટ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો હતો. સાંજે 7 વાગ્યાથી ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શહેરમાં વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં વરસ્યો હતો. આજે પોણો ઇંચ વરસાદ સાથે સિઝનનો કુલ વરસાદ 19 ઇંચથી વધુ નોંધાઈ ચુક્યો છે. ધોધમાર વરસાદથી શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા અને ગણેશ પંડાલોમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળી હતી. રાજકોટમાં સિઝનનો 19 ઈંચથી વધુ વરસાદ રાજકોટ શહેરમાં રવિવારની સાંજે એકાએક ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. સાંજના 7 વાગ્યા બાદ સતત અડધો કલાક સુધી એક ધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કરી દેતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા . આજે શહેરના સેન્ટ્રલ ઝોનમાં રાત્રિના 9 વાગ્યા સુધી 24 mm, ઇસ્ટ ઝોનમાં 13 mm અને વેસ્ટ ઝોનમાં 13 mm વરસાદ નોંધાયો હતો. જેની સાથે સાથે સિઝનનો કુલ વરસાદ ચાલુ વર્ષે સેન્ટ્રલ ઝોનમાં 510 mm, ઇસ્ટ ઝોનમાં 419 mm અને વેસ્ટ ઝોનમાં 540 mm વરસાદ નોંધાયો છે. ગોંડલમાં રસ્તાઓ પર પાણી ભરાયા આ તરફ જિલ્લામાં પણ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજગીજ સાથે વરસાદમાં વરસ્યો હતો.જેમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદથી ગોંડલના રાજમાર્ગો પર પણ પાણી ફરી વળ્યાં હતા બીજી તરફ ચરખડી ચોકડી પાસે મેદાનમાં ભેંસ પર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતું. જે ભેંસ ગોમટા ગામના રહેવાસી વિપુલભાઈ લાંબરિયાની હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ ઉત્તર દિશા તરફ અત્યારે એક લો પ્રેશર સક્રિય છે. જે 21 તારીખે આગળ વધશે અને ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ જશે. 22 તારીખે ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદથી ખેડબ્રહ્મા ગુંજી ઉઠ્યું:ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે એક લાખથી વધુ પદયાત્રીઓએ કર્યા અંબિકા માતાજીના દર્શન
    Next Article
    ગોધરાના ઈતિહાસમાં પ્રથમવાર:ગણેશ વિસર્જન યાત્રામાં શ્રીજીને પોલીસનું ગાર્ડ ઓફ ઓનર, હજારો ભક્તોમાં ભાવુકતા સાથે ગૌરવની લાગણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment