Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદથી ખેડબ્રહ્મા ગુંજી ઉઠ્યું:ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે એક લાખથી વધુ પદયાત્રીઓએ કર્યા અંબિકા માતાજીના દર્શન

    12 hours ago

    સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આવેલા ‘નાના અંબાજી’ અંબિકા માતાજીના મંદિરે ભાદરવી પૂનમના સાત દિવસીય મેળાનો રવિવારથી પ્રારંભ થયો છે. ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદ સાથે મોટી સંખ્યામાં ભક્તો અને પદયાત્રીઓ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મેળાના પ્રથમ દિવસે સવારથી રાત સુધીમાં એક લાખથી વધુ પદયાત્રીઓએ અંબિકા માતાજીના દર્શન કરી ધજા ચઢાવી હતી. મંગળા આરતી બાદ દર્શન માટે મંદિર ખુલ્લું કરાયું મેળાના પ્રારંભે સવારે માતાજીની મંગળા આરતી યોજાઈ હતી. ત્યારબાદ ભક્તો માટે મંદિર દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન સતત પદયાત્રીઓનો પ્રવાહ જોવા મળ્યો હતો. સાંજે સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. 52 ગજની ધજા અર્પણ કરાઈ મેળાના પ્રારંભે સવારે સંઘ દ્વારા 52 ગજની ધજા માતાજીના મંદિરના શિખર પર અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ દિવસ દરમિયાન વિવિધ સ્થળોએથી આવેલા સંઘો રથ સાથે ચાચર ચોક ખાતે પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કરી ધજા ચઢાવી હતી. પ્રથમ દિવસે 1,000થી વધુ ધજા મંદિરના શિખર પર ચઢાવવામાં આવી હતી. 150થી વધુ સંઘો રથ સાથે પહોંચ્યા મેળાના પ્રથમ દિવસે 150થી વધુ સંઘો રથ સાથે ખેડબ્રહ્મા પહોંચ્યા હતા. ચાચર ચોકમાં પહોંચેલા પદયાત્રીઓ અને સંઘોએ માતાજીના દર્શન કરી ધજા અર્પણ કરી હતી. સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસર ભક્તોની ભારે ભીડથી ધમધમતું રહ્યું હતું. 26 સપ્ટેમ્બર સુધી સાત દિવસ મેળો યોજાશે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે નાના અંબાજી તરીકે જાણીતા ખેડબ્રહ્મા ખાતે 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાને ધ્યાનમાં રાખીને મંદિર અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા માટે 100 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉપરાંત ભક્તોની સુવિધા માટે મંદિર પરિસરમાં મફત વાહન પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બાળાઓએ નવદુર્ગાનું સ્વરૂપ ધારણ કરી ગણપતિ બાપાની આરતી ઉતારી:મોરબીના રવાપર ઘુનડા રોડ પર કસ્તુરી ટ્વિન-બી એપાર્ટમેન્ટમાં ગણેશ ઉત્સવની ઉજવણી
    Next Article
    શહેરમાં મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:ગાજવીજ સાથે એક ઈંચ વરસાદથી શહેરના રસ્તા પાણી-પાણી, ગોંડલમાં સાડા ત્રણ ઇંચ સાથે જળબંબાકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment